________________
ઈતિહાસની કેડી તેનો અંત હંમેશાં શીલ અને સાત્વિક્તાના વિજયમાં અને વિષયોપભોગના ત્યાગમાં જ આવે છે. જૈન કવિઓએ લખેલી પ્રેમકથાઓમાં પણ અંત આવા જ પ્રકારનો હોય છે. આ “કાગ'કાવ્યો ચિત્ર માસમાં ગવાતાં હોય એમ અનુમાન થાય છે. (સરખાવો હોળીના “ફાગ) જિનપદ્મસુરિએ પોતાના “સ્થૂલિભદ્ર ફાગ'ની અંતિમ પંક્તિએમાં લખ્યું છે કે
खरतरगच्छि जिणपउमसूरिहिं किउ फागु रमेवउ ।
खेला नाचइ चैत्रमासि रंगिहि गावेवउ ॥ ઉત્તમ કવિત્વની દષ્ટિએ આ “ફાગ'કાવ્યો જૂના સાહિત્યમાં ચું સ્થાન લે તેવાં હોય છે.
આ જ અરસામાં એક જૈનેતર કવિકૃત પુરાણકથાને લગતાં બે કાવ્ય મળી આવે છે. “રણમલ છંદના કર્તા શ્રીધર વ્યાસે “કવિત ભાગવત’ ૩૭ તથા “સપ્તશતી અથવા દેવીકવિત’ ૩૮ લખેલ છે. કવિત ભાગવત’માં ભાગવતના દશમ સ્કન્ધનું ઇન્દોબદ્ધ ભાષાન્તર છે અને ‘સપ્તશતી માં માર્કડેયપુરાણનાં દેવીચરિત્રો સંક્ષેપમાં વર્ણવ્યાં છે. “સપ્તશતી' એ એકસો વીસ કડીનું કાવ્ય છે. “આરંભે એક શાર્દૂલવિક્રીડિત સંસ્કૃતમાં છે. તે પછી ચાર ઘાત (ચોપાઈ) છે. ત્યાર પછી બે આર્યા (ઉપગીતિ), ચાર રૂપક અને એક પૂરવછાહુ (દોહરો) મળી પરસ્પર ચમકથી સાંકળી લીધેલી સાત સાત તૂકના સોળ ખંડ આવે છે. છેવટે ચાર છપય મુક્યા છે.” ૩૯
૩૭. આ કાવ્યની તૂટક હાથપ્રત સ્વ. મણિલાલ વ્યાસને મળી હતી (પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ. ૬).
૩૮. આ કાવ્યની હાથપ્રતો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં તથા અમદાવાદમાં ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે.
૩૯. પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ. ૬-૭.
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org