________________
ઈતિહાસની કેડી મષ્ટિના કાવ્યમાં ૨૦૩ શ્લોકની આડકથા રૂપે મળી આવે છે. ૨૦૩ શ્લોકની આ આખ્યાયિકા ૨૩૦૦ કડીને કાવ્યના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે નોંધવા જેવું છે. મૂળ કથામાં વિદ્યાવિલાસ પુચ્છનું નામ છે, જ્યારે પછીના કાવ્યમાં તે રાજકુમારી વિદ્યાવિલાસિનીમાં ફેરવાઈ જાય છે. મધ્યકાલના સંખ્યાબંધ જૈન કવિઓએ પણ આ વિષય પર કલમ ચલાવી છે. ૨૪
સં. ૧૪૧પમાં જિનદયરિન ત્રિવિક્રમરાસ” ૨૫ અને સં. ૧૪૯૯માં સાધુ કીર્તિને “વિક્રમચરિત્રકુમાર રાસ ૨૬ મળે છે. સં. ૧૬૧૬માં જૈનેતર મધુસૂદને “વિક્રમચરિત્ર-હંસાવતીની વાર્તા ૨૭ લખી છે તે સાથે સાધુ કીર્તિના કાવ્યનું કેટલુંક સામ્ય છે.
એકંદરે નરસિંહના કાવ્યકાળ પૂર્વના આ યુગમાં લોકવાર્તાને લગતું સાહિત્ય સારા પ્રમાણમાં મળી આવે છે અને આપણી લોકવાર્તાઓના પદ્ધતિસર અને તુલનાત્મક અભ્યાસમાં તે સારી પેઠે ઉપયોગી થાય તેમ છે. પુરાણકથાને લગતાં કાવ્યો.
જૈન પુરાણકથાનાં કાવ્યો તરફ દૃષ્ટિ ફેંકતાં સં. ૧૨૪૧માં રચાયેલ લિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ ૨૮ સર્વથી
૨૪. વિદ્યાવિલાસિનીના વસ્તુના પૃથક્કરણ માટે જુઓ ટિ. રરમાં ઉલ્લેખ કરેલ લેખ.
૨૫. જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૧૭. ૨૬. હસ્તલિખિત પ્રત શ્રી. રામલાલ મોદી પાસે છે. ૨૭. મુદ્રિત ફાર્બસ ગુજરાતી સભા તરફથી.
૨૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧(આચાર્ય શ્રી જિનવિજયજીએ તેમ જ પ. લાલચંદ ગાંધીએ આ રાસનાં સંપાદન કર્યા છે. તા. ૧૬-૬-૪૫).
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org