________________
નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય સરખાવવા જેવી છે. શિવદાસના કાવ્યમાં કેટલેક સ્થળે જૈન ધર્મની અસર જણાય છે તે પૂર્વની જૈન કૃતિઓને કારણે હોઈ શકે.
જૈનેતર કવિ ભીમકૃત “સદયવત્સચરિત્ર”ની સં. ૧૪૮૮માં લખાયેલી હસ્તલિખિત પ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામન્દિરમાં છે.૨૧ એ પ્રત ઘણી જ અશુદ્ધ છે, તેથી કાવ્યનો રચનાકાળ અનુમાને પંદરમા શતકના અધવચ સુધી લઈ જઈ શકાય. આ “સદયવત્સચરિત્ર” તે જ સદેવંત–સાવલિંગાની વાર્તા. સંસ્કૃતમાં રત્નશેખરગણિનું સંવત્સવીરચરિત્ર મળી આવે છે. પાછળથી સંખ્યાબંધ જૈન લેખકોનાં ગદ્યપદ્ય લખાણો આ વિષય પર મળે છે. જો કે અત્યારે બજારમાં વેચાતી સદેવંત–સાવલિંગાની વાર્તામાં અને આ કથાનકેના વસ્તુમાં મોટો તફાવત છે. ભીમની કતિ આશરે છ કડીની છે. એણે શંગાર અને અદ્ભુત રસને પ્રસંગો અત્યુત્તમ રીતે વર્ણવ્યા છે; અને એકંદરે તેના જેટાનું કથાનક પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં મળવું મુશ્કેલ છે.૨૨
પછી સં. ૧૮૮૫માં હીરાણંદસૂરિએ રચેલ વિદ્યાવિલાસ પવાડો' ૨૩ પણ એક મહત્ત્વનું કાવ્ય છે. સં. ૧૪૮૪માં તેણે રચેલો વસ્તુપાલ-તેજપાલ રાસ મળી આવે છે. “વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ આપણે હીરાણંદસૂરિના પવાડામાં શોધી શકીએ છીએ. પવાડામાં વર્ણવાયેલ વસ્તુ સં. ૧૨૮૫ આસપાસ રચાયેલ વિનયચંદ્રકૃત
૨૧. આ ઉપરાંત પ્રાચ્યવિદ્યામન્દિરમાં તેની બીજી બે તથા પાટણમાં સાગરના ઉપાશ્રયના ભંડારમાં એક હસ્તલિખિત પ્રત છે.
૨૨. આ સંબંધમાં વધુ માટે જુઓ અગિયારમાં સાહિત્ય સંમેલનમાં આ લેખકનો લેખ “આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય: એક તુલનાત્મક દ્રષ્ટિ.”
૨૩. બીજાં સંખ્યાબંધ પ્રાચીન કાવ્યોની સાથે આ રાસ પણ સંપાદિત થઈને સૂરસાવત્રિએ સંગ્રહમાં ગા. એ. સી. તરફથી પ્રકટ થનાર છે. (સંપાદકે–પ્રો. બળવંતરાય ઠાકર, શ્રી. મધુસૂદન મોદી અને શ્રી. મોહનલાલ દેસાઈ).
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org