________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ સર્વ ઉપરથી જણાય છે કે બારમી, તેરમી તથા ચૌદમી સદીમાં અપભ્રંશનું સાહિત્ય સારી પેઠે ખીલેલું હતું અને પ્રસિદ્ધ પુરુષોને લગતાં કથાનકે, વાર્તાઓ અને દૂહાઓ પણ લોકોમાં સારી પેઠે પ્રચલિત હતાં.૭
હવે, નરસિહ પૂર્વના સાહિત્યનું વિષયવાર અવલોકન કરવાનું પ્રાપ્ત થાય છે. જે સાહિત્ય અત્યારે મળી આવે છે તે કરતાં અનેકગણું ભૂતકાળમાં નાશ પામેલું હોવા છતાં એકંદરે જતાં ગૂજરાતી ભાષા કે જે તે વખતે કેવળ બાલ્યાવસ્થામાં જ હતી તેનું સાહિત્ય તેની એ બાલ્યાવસ્થામાં પણ કેટલા સારા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, એની કલ્પના ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી થઈ શકે છે. ઐતિહાસિક કાવ્યો
સૌથી પ્રથમ ઐતિહાસિક કાવ્યો લઈએ. ઐતિહાસિક પ્રસંગોને ધાર્મિક સ્વરૂપે જાળવી રાખવાની વૃત્તિ જેનોમાં વિશેષ હતી એમ જણાય છે અને એ વૃત્તિને પરિણામે જ ગૂજરાતના મધ્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકનારા અનેક સંસ્કૃત પ્રબન્ધાત્મક ગ્રન્થો અને પ્રાચીન ગુજરાતી કાવ્યો જૈન ભંડારમાંથી મળી આવે છે.
આવાં કાવ્યોમાં વિજ્યસેનસૂરિકૃતિ “રેવંતગિરિ રાસ' ૮ સૌથી પ્રાચીન છે. એ રાસનાં ચાર કડવાં છે અને દરેકમાં અનુક્રમે ૨૦, ૧૦, ૨૨ અને ૨૦ કડીઓ છે. વનરાજના શ્રીમાળી મંત્રી જાબના વંશજ સજજનને સિદ્ધરાજે સોરઠનો દંડનાયક નીમ્યો હતે. આ સજજને સોરઠની ઊપજ ખર્ચીને ગિરનાર ઉપરનાં લાકડાનાં જૂનાં દહેરાસરોને ઉદ્ધાર કરીને નવું પાકું મન્દિર સં. ૧૧૮૫માં બંધાવ્યું
૭. જુઓ, આ લેખકનું “પ્રબન્યચિન્તામણિ”નું અવલોકન, “બુદિપ્રકાશ,” એપ્રિલ-મે-જૂન ૧૯૩૫.
૮. મુદ્રિતઃ “પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ” (ગા. ઓ. સી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org