________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય કરે છે, કેમકે અપભ્રંશ જેવી ભાષાનાં કાવ્યો પર સંરકૃતમાં ટીકા લખાયાનાં ઉદાહરણો સાહિત્યના ઈતિહાસમાં અત્યંત વિરલ છે. અપભ્રંશ “ભવિયત્તહા” અથવા “પંચમીકહા ના ઉપદ્દઘાતમાં ડો. ગુણે કહે છે તેમ, હેમચન્દ્રનું આ વ્યાકરણ “ગૂજરાતી, હિન્દી, મરાઠી ઇત્યાદિ દેશી ભાષાઓ માટે અતિશય ઉપયોગી અને મૌલિક છે, કારણ કે સર્વ પ્રાકૃત વ્યાકરણકારોમાં માત્ર જૈન ચંડે અપભ્રંશ વિષે કંઈક કહ્યું છે અને પછી જૈન હેમાચાર્યો અપભ્રંશ ભાષા વિષે બીજાઓ કરતાં ઘણી કાળજીથી તેમજ વિસ્તારથી વિવેચન કર્યું છે અને વધુ અગત્યનું તો એ છે કે તેમણે તેનાં ઉદાહરણ તરીકે અપભ્રંશ દોહા આપેલ છે. આથી અપભ્રંશ ભાષાના અભ્યાસની દષ્ટિએ હેમચંદ્રનું સૌથી વધુ મહત્ત્વ છે.”
કુમારપાલના મરણ પછી નવ વર્ષે એટલે કે સં. ૧૨૪૧માં બીજા એક જૈનાચાર્ય સોમપ્રભસૂરિએ “કુમારપાલપ્રતિબધ' નામના પ્રાકૃત ગ્રન્થની રચના કરી છે. તેમાં સંખ્યાબંધ અપભ્રંશ પદ્યો આવે છે. એ પૈકી કેટલાંક એ જ સ્વરૂપે હેમચન્દ્રમાં પણ માલૂમ પડે છે.
આવાં પ્રકીર્ણ અપભ્રંશ પદોની દષ્ટિએ બીજે એક મહત્વને ગ્રન્થ મેતુંગાચાર્યકૃત “પ્રબન્ધચિન્તામણિ છે. સં. ૧૭૬૧માં વઢવાણમાં તે રચાયેલ છે. આ ગ્રન્થ સંસ્કૃત ગદ્યમાં રચાયેલો છે, પણ વચ્ચે ક્વચિત્ અપભ્રંશ અને સંસ્કૃત પદ્યો પણ આવે છે. શ્રાવકે અને સાધુઓના મનોરંજન અને ઉપદેશ અર્થ જૂની શ્રુતપરંપરાને આધારે પૌરાણિક, ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક પુરુષોનાં ચરિત્રો તેમાં આપેલાં છે અને ગૂજરાતના હિન્દુ રાજાઓના ઈતિહાસની બાબતમાં આ ગ્રન્થ સામાન્યતઃ પ્રમાણભૂત ગણાય છે. એમાં કુલ ૩૧ અપભ્રંશ પદ્યો છે, અને તે વખતે લોકોમાં તે સારી પેઠે પ્રચલિત હેય એમ ગ્રન્થની સંકલનાના પ્રકાર ઉપરથી જણાય
૬. “ભવિસયત્તકહા” પર ડૉ. ગુણેની પ્રસ્તાવના (ગા. ઓ. સી.)
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org