________________
ઇતિહાસની કેડી
છે. માળવાના પ્રસિદ્ધ રાજા મુજને લગતા દૂહાઓ પણ તેમાં છે. રા' ખેંગાર મરણ પામતાં રાણકદેવીના વિલાપના દૂહાઓ ગૂજરાત તથા કાઠિયાવાડમાં તુરી લેાકેા ગાય છે તથા લેાકામાં પણ પ્રચલિત છે, તેનું મૂળ આપણે ‘ પ્રબન્ધચિન્તામણિ ’માં ખેળી શકીએ છીએ.
દાખલા તરીકે—
राणा सव्वे वाणिया जेसल वड्डउ सेठि । काहूं वणिजडु माण्डिअउ अम्मीणा गढ हेठि ॥
(અમારા ગઢ હેઠ ફેણે તંબુ તાણિયા, સધરા મેાટા શેડ, ખીન્ન વર્તાઉ વાણિયા.) पइं गिरुआ गिरनार काहू मणि मच्छरु धरिउ । मारीतां खङ्गार एकु वि सिहरु न ढलिउ ॥
(ગાઝારા ગિરનાર વળામણ વેરીને થયા, મરતાં રા' ખે’ગાર ખરડી ખાંગો નવ થયા.) वाढि तो वढवाण वीसारतां न वीसरइ । सोना समा पराण भोगावह परं भोगवीइ ॥
( વારું શહેર વઢવાણ, ભાગોળ ભેાગાવા વહે, [આટલા દિ’] ભાગવતા ખેંગાર, [હવે ભાગવ ભાગાવાવણી.)
‘ પ્રબન્ધચિન્તામણિ’નાં પદ્યો મુકાબલે વધુ અર્વાચીન હાઇને મધ્યકાલીન ગુજરાતીની વધારે નજદીક છે. એ પદ્યોને કારણે માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહીં પણ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ ‘ પ્રબન્ધચિન્તામણિ’નું મૂલ્ય ઊંચું છે.
આ ઉપરાંત રાજશેખરસૂરિએ સ. ૧૯૦૫માં સંસ્કૃતમાં ‘ચતુર્વિં શતિપ્રબન્ધ’ અથવા ‘ પ્રબન્ધકાશ’ રચ્યા છે, તેમાં પણ કવચિત તે વખતની અંતિમ અપભ્રંશનાં પથ્થો મળી આવે છે.
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org