________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય
'
આજના વિષયને નરસિંહના સમયની સુક્ષ્મ ચર્ચાએ સાથે સબંધ નથી, એટલે તે સંબધી વિવેચનને અહીં અવકાશ નથી; પરન્તુ ચૈતન્યના શિષ્ય ગેાવિન્દદાસકૃત કડછા કે જેને શ્રી. મુનશી પાતાને · સૌથી વધુ નિર્ણયાત્મક પુરાવા' ગણે છે તે બનાવટી હાવાનુ ઢાકા મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. આર. સી. મજમુદારે સાપ્તાહિક અમૃતબઝાર પત્રિકા'માં એક લેખ લખીને પુરવાર કરી બતાવ્યું છે. ૩ આમ શ્રી. મુનશીને એક સૌથી જબ્બર પુરાવે। નાપાયાદાર જણાયા છે. હારમાળામાં પાછળથી પદેાની પુષ્કળ ઘાલમેલ થઇ છે, પરન્તુ મૂળે તે નરસિંહની કૃતિ જ નથી, અને એ આખુ યે પ્રકરણ પાછળના કવિએએ ઉપજાવી કાઢેલું છે એમ માની શકાય એવુ નથી. હારમાળાનેા રચનાકાળ ફેરવતાં માંડલિકની સમકાલીનતાને આખા પ્રસંગ જ ઉડી જવાની સ્થિતિ પેદા થાય છે. હારમાળાની સં. ૧૬૭૫ની પ્રત મળી આવી છે તે ઉપરથી એ સ્પષ્ટ છે કે તેના ર્તા વિશ્વનાથ જાની કે પ્રેમાનંદ નથી. શ્રી. મુનશીના મત પ્રમાણે નરસિંહને અવસાન કાળ સ. ૧૬૨૦ માનીએ તે આટલા ટૂં’કા ગાળામાં આવી વિચિત્ર બનાવટ થાય એ અસંભવિત જણાય છે. એવી બનાવટ થાય અને એકમતે તે સ્વીકારાય એ પણ એટલું જ વિચિત્ર છે. હારમાળાની સંકડા પ્રતિએ એવી મળી આવે છે કે જેમાં સ. ૧૫૧૨ની સાલ મળે છે. ૪ પંદરમા શતકના અંતમાં અને સેાળમા શતકના આરંભમાં નરિસહ હયાત હતા, એવા સંખ્યાબંધ ઉલ્લેખ પુસ્તકા અને શિલાલેખામાંથી મળે છે. એકંદરે નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કાળને ફેરવે તેવાં કાષ્ટ મજબૂત પ્રમાણે! મળ્યાં નથી
૩. જુઓ, · પ્રાબ‘ધુ ’ તા. ૧૮-૧૦-૧૯૩૬ તથા તેનું અવતરણ-ફા સ ગુજરાતી સભા ત્રૈમાસિક પુ, ૧, અંક ૪,
:
૪. હારમાળાનાં પદો તથા વસ્તુના સૂક્ષ્મ પૃથક્કરણ માટે જીએ શ્રી. કેશવરામ રશાસ્ત્રીસંપાદિત ‘ હારમાળા 'ના ઉપાદ્ધાત, ફાર્માંસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૧, અંક ૨-૩.
Jain Education International
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org