________________
ઇતિહાસની કેડી
અને શ્રી. મુનશી વગેરેનો પક્ષ એવાં પ્રમાણ ન મેળવી શકે ત્યાં સુધી વૃદ્ધમાન્ય કાળને જ પ્રમાણભૂત ગણવામાં કંઈ હરકત નથી.
આમ નરસિંહ મહેતાની કાવ્યપ્રવૃત્તિના આરંભકાળ માટે સં. ૧૫૦૦નું સીમાચિહ્ન નક્કી કરતાં ગૂજરાતી ભાષાના આરંભકાળથી સં ૧૫૦૦ સુધીના સાહિત્યની વિચારણા કરવાનું આ નિબંધમાં પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગૂજરાતીને આરંભ
એક સમય એવો હતો કે જ્યારે રાજપૂતાના, માળવા, ગૂજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગમાં અપભ્રંશ નામથી ઓળખાતી થોડાક દેશ્ય ફેરફારવાળી ભાષા બોલાતી હતી. મુસલમાનના આગમન પછી આ પ્રાન્ત વચ્ચેનો સંપર્ક ઓછો થતાં તે તે પ્રાન્તની ભાષાઓની સ્વતંત્ર ખીલવણી થવા લાગી અને પ્રાદેશિક ભાષાઓ અપભ્રંશમાંથી વ્યુત્પન્ન થઈ.
પાટણમાં વનરાજની મૂર્તિના લેખની નીચે સં. ૮૦૨ની સાલ છે, તે ઉપરથી ગુજરાતી ભાષા એટલી પ્રાચીન છે, એવો એક મત રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એ લેખ તે આધુનિક છે એમ પાછળથી જણાયું છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમકાલીન પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્ર પિતાના “સિદ્ધહેમ” વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપ્યું છે. તેમાં મહારાષ્ટ્રી પ્રાકૃત, શૌરસેની, માગધી. પશાચી અને ચૂલિકા પિશાચી ભાષાઓની સાથે અપભ્રંશનું વ્યાકરણ પણ આપ્યું છે અને તત્કાલીન અપભ્રંશ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણો આપ્યાં છે. એ કાવ્યની ભાષા પ્રાચીન ગુજરાતી સાથે અનેક રીતે મળતી આવે છે. દી. બ. કેશવલાલ ધ્રુવે બીજી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાં ગૂજરાતીનું મૂળ હેમચન્દ્રનાં અપભ્રંશ સૂત્રો સુધી
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org