________________
નરસિહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય હસ્તલિખિત પ્રતના ઉતારા આપીને પ્રાચીન ગૂજરાતીના સ્વરૂપને સ્પષ્ટતર ખ્યાલ આપ્યો, સદ્ગત હરિલાલ હર્ષદરાય ધ્રુવને સં. ૧૪૫૦માં રચાયેલું “મુગ્ધાવધઔક્તિને પ્રાપ્ત થતાં જૂની ગુજરાતી ભાષાને એક અગત્યનો સીમાસ્તંભ ઉપલબ્ધ થયો. નરસિંહના લધુવયસ્ક સમકાલીન કવિ ભાલણે કરેલ સંસ્કૃત “કાદંબરી'ના ગૂજરાતી પદ્યાનુવાદની સત્તરમા શતકની આખરે લખાયેલી હાથપ્રત ઉપરથી-અંગ્રેજ આદિકવિ ચોસરની ભાષા અને અર્વાચીન અંગ્રેજી ભાષા વચ્ચે માલુમ પડે છે તે ભેદ નરસિંહના સમકાલીન ભાલણની ભાષા અને અર્વાચીન ગૂજરાતી ભાષા વચ્ચે હોવાનું જણાયું છે.
ત્યાર પછી તો ખાસ કરીને જૈનોના હાથે લખાયેલું નરસિહ મહેતા પૂર્વેનું થોકબંધ સાહિત્ય બહાર આવ્યું છે અને એમાંનું કેટલુંક પ્રગટ પણ થયું છે. મધ્યકાલીન અને અર્વાચીન ગૂજરાતીને અપભ્રંશ સાથેનો સંબંધ દર્શાવનાર એ સાંકળ છે અને ગુજરાતી ભાષા અને સાહિત્યને પદ્ધતિસર અભ્યાસ કરતાં નરસિંહ પૂર્વના આ સાહિત્યની જરા પણ અવગણના થઈ શકે એમ નથી. એ સાહિત્યનો શક્ય પરિચય આપવાનો પ્રયાસ આ નિબંધમાં કર્યો છે.
આ વિષયમાં આગળ વધતાં પહેલાં નરસિંહ મહેતાના સમયનિર્ણયના પ્રશ્ન ઉપર થયેલી ચર્ચાઓનું વિહંગાવલોકન કરી લેવાનું જરૂરી છે.
બલ્કાવ્યદોહન'ના સંપાદક સગત ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ વગેરેએ નરસિંહ મહેતાનો જન્મકાળ સં. ૧૪૭ન્ના અરસામાં
સ્થાપિત કર્યો હતો અને હારાર્પણ પ્રસંગ સં. ૧૫૧રમાં બન્યો હોવાનું જૂની હસ્તલિખિત પ્રતોમાંના ઉલ્લેખ પરથી મનાતું હતું, એટલે મહેતાની કાવ્યપ્રવૃત્તિનો આરંભ અનુમાને સં. ૧૫૦૦ પછી
૨. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુરતíગ્રહની સૂચિ, પ્રવેશકપૃ. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org