________________
ઇતિહાસની કેડી વિગતેના પ્રકાશમાં ભાષા અને સાહિત્યની ઉત્ક્રાન્તિ પરત્વે જે વિચારણાઓ તથા ચર્ચાઓ થઈ છે તે ઉપરથી ઉપર્યુક્ત બને તો અવિશ્વસનીય પૂરવાર થઈ ચૂક્યા છે. નરસિંહ મહેતા પૂર્વનાં, લગભગ તેરમા શતક જેટલાં પ્રાચીન સંખ્યાબંધ જૈન કાવ્યો તથા તે કરતાં મુકાબલે અર્વાચીન છતાં નરસિંહ મહેતા કરતાં પ્રાચીન એવાં કેટલાંક જૈનેતર કાવ્યો પણ મળ્યાં છે તે જોતાં નરસિંહ મહેતાને ગૂજરાતી ભાષાના આદિકવિનું પદ હવે આપી શકાય તેમ નથી.
ભાષાના સ્વરૂપ પર જે મત પ્રચલિત કરવામાં આવ્યો હતો તે વિષે પણ એમ જ કહી શકાય. નરસિહનાં જે કાવ્ય છપાયાં છે તે તે સારી પેઠે સંસ્કારાઈને અર્વાચીન ભાષામાં જ પ્રગટ થયાં છે. નરસિંહના સમકાલીન તથા તેના પુરગામી કવિઓ તથા લેખકેની પંદરમા-સોળમા સૈકાની અથવા તેથી યે જૂની હસ્તલિખિત પ્રત સંખ્યાબંધ મળી આવે છે; છતાં આશ્ચર્યની વાત એ છે કે નરસિંહના કાઈ પણ કાવ્યની હસ્તલિખિત પ્રત સત્તરમા શતકના ઉત્તરાર્ધ પહેલાંની મળતી નથી. નરસિંહના સમયની ભાષા અત્યારની ભાષાના સરખી જ હોવાનો મત અર્વાચીન–અને તે કારણે ઓછી વિશ્વસનીય હાથપ્રતોના ઉપયોગને કારણે બંધાયો હોય તો નવાઈ જેવું નથી. પણ એ પછી જૂની હાથપ્રતોના સંશોધન પ્રત્યે સંશોધકોનું વધુ પ્રમાણમાં ધ્યાન દોરાતાં જાણીતા સંસ્કૃત વિદ્વાન ડો. બુલ્હરે થરાદના જૈન ભંડારમાંથી પદ્મનાભના ‘કાન્હડદેપ્રબન્ધની હાથપ્રત મેળવી તથા સદ્ગત નવલરામે તે કાવ્ય “ગૂજરાત શાળાપત્ર'માં પ્રસિદ્ધ કર્યું કવિ નર્મદાશંકરે “નર્મકોશ'ના ઉપોદઘાતમાં તથા શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે “ગૂજરાતી ભાષાના ઈતિહાસમાં સંખ્યાબંધ પ્રાચીન
૧. જુઓ, કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની તથા ફેબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુરતાની મુદ્રિત સૂચિઓ તથા “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧.
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org