________________
નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય
પ્રાચીન ગૂજરાતી સાહિત્યના સંશોધનનો આરંભ થયો તે અરસામાં ભાષા અને સાહિત્યની ઉત્ક્રાનિ સંબંધે જે મતમંડને કરવામાં આવ્યાં હતાં તે પૈકી અને પાછળથી અવિશ્વસનીય હોવાનું જણાયું છે. પુરાતત્ત્વસંશોધનનો વિષય જ પ્રાગતિક છે, એટલે વધુ સાધનસામગ્રી મળતાં જૂના મતનું સ્થાન, તે સાધનસામગ્રીને આધારે ઘડાયેલા નવા મતો લે એ તદ્દન કુદરતી છે. સંસ્કૃત સાહિત્યના વિષયમાં જાણીતા પાશ્ચાત્ય વિદ્વાનોએ ઓગણીસમી સદીમાં સ્થાપેલા મત આજે પાછળના ગણાય છે અને આજના મતો હંમેશને માટે સ્થિર રહેશે કે કેમ એ કહી શકાય એવું નથી.
ગૂજરાતી સાહિત્યની બાબતમાં લગભગ હમણાં સુધી નરસિંહ મહેતાને ગૃજરાતના આદિકવિ ગણવામાં આવતા હતા અને નરસિંહ મહેતા પૂર્વે ભાષામાં સાહિત્યકૃતિઓનો અભાવ હતો, એવી કંઈક માન્યતા પ્રચલિત હતી. ગૂજરાતી સાહિત્યના આદ્ય સંશોધકે કવિ દલપતરામ તથા સદ્ગત ઈચ્છારામ દેસાઈ, અને હરગોવિન્દદાસ કાંટાવાળાની એવી માન્યતા હતી કે પાંચસો વર્ષ પૂર્વેથી માંડી અત્યાર સુધીમાં ગૂજરાતી ભાષાના સ્વરૂપમાં ઝાઝા ફેરફાર થયા નથી. શ્રી. કાંટાવાળાએ તો ૧૯૨૦માં છઠ્ઠી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાં પણ આ મતનો પુરસ્કાર કર્યો હતો.
પરંતુ છેલ્લા લગભગ ત્રણ દસકાઓમાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું જે સંશોધન થયું છે, જેન ભંડારોમાં રહેલું અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતીનું જે સાહિત્ય બહાર આવ્યું છે તથા આ સર્વ નવીન
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org