________________
ઇતિહાસની કેડી
“આ વાર્તાનું મૂળ પાપુરાણ અને ટાપુમારચરિતમાં છે. વીરજીએ પિતાની વાર્તાના સાત કડવામાં વાપુરાણની કથાના સાત અધ્યાય અને બાકીનાં ૧પ કડવામાં કુમારચરિતની આખ્યાયિકામાંથી સંબંધ જોડ્યા છે; પછી એક અજગરની આડકથા પણ જોડી છે.” શિવદાસકૃત “કામાવતી' તથા વીરછકૃત “કામાવતી'માં કદાચ સામ્ય હશે એમ તેના નામ ઉપરથી લાગે છે; પણ વીરજીને કંઈક સૂચન શિવદાસકૃત ‘હંસાવલી”માંથી પણ મળ્યું હોવું જોઈએ; અથવા તો તે સમયે સમાજમાં પ્રસિદ્ધ કઈ ભળતી જ લોકકથામાંથી જોઈતું વસ્તુ તેણે લીધું હોય. તે એ કે કામાવતીમાં પણ હંસાવલીની જેમ ત્રણ અવતારની વાત છે, જેમાં પહેલા અવતારે તેનું નામ હંસાવલી, બીજા અવતારે “પંખિણી” પોપટી તથા ત્રીજા અવતારે કામાવતી છે. જન્મારથી તે પુષિણી છે એ વાત પણ સૂચક છે.
બીજી એ વાત જાણવા જેવી છે કે શામળભટકૃત “મદનમોહનામાંની મેહના જેવી રીતે પોતાના પતિને બદલે સ્ત્રીઓ પરણી લાવે છે તેવું જ કામ વીરજીની વાર્તાની કામાવતી પણ કરે છે. મેહના પુરુષવેશમાં રાજા તરીકેની આણ ચલાવે છે અને પિતાને વલ્લભને શોધે છે, પણ તે જડતો નથી ત્યારે મેહનાનું પૂતળું બનાવરાવીને મૂકે છે ત્યાં મદન આવી ચડે છે, પૂતળું જોઇને ખેદ જાહેર કરે છે અને આખરે બન્નેની પરસ્પર એાળખાણ થાય છે. મદનમોહનાનો આ પ્રસંગ વીરજીની કામાવતી સાથે ખૂબ મળતો આવે છે.
કામાવતીમાં ઢગલાબંધ સમસ્યાઓ આપી છે. સંવતના સાળમાં સૈકાના આરંભમાં રચાયેલ વીરસિંહકૃત ઉષાહરણમાંની ઉષા-અનિરુદ્ધની વિનોદાત્મક સમસ્યાઓથી માંડીને શામળભટ્ટની મદનમહિના સુધીની સમસ્યાઓ સાથે તે સરખાવવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org