________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પચીશી રચી છે. ૨૫ પણ એની હાથપ્રત મેં જોયેલ નહિ હોવાથી એમાંની વાર્તાઓ વિષે કંઈ પણ મત આપવો દુરસ્ત નથી.'
હવે શામળની કૃતિઃ તેણે મડાપચીશી સિંહાસનબત્રીશીની જ એક વાર્તા તરીકે રચી છે. ખરી રીતે તો જુદી વાર્તા તરીકે જ તેનું વધારે ઔચિત્ય હતું. શામળની વાર્તાઓમાં અને પૂર્વની પરંપરામાં ઘણો જ ફેર છે. જેવી રીતે ઉક્ત જૈન કવિની વેતાલપચીશીની બીજી વાર્તાનું વસ્તુ શામળની સિંહાસનબત્રીશીની ચોથી વાર્તામાં આવી ગયું, તેમ શામળની મડાપચીશીની નવમી વાર્તા જ્યવંતીની વસ્તુગૂંથણીનો કેટલોક ભાગ પૂર્વેની વાર્તાઓ જેવી કે, કામાવતી, હંસાવલી, વિક્રમલીલાવતી વગેરેમાં દેખાય છે.૨૬ શામળે ગુરુ-શિષ્યની ખેંચાણકારક કથા વડે પ્રસ્તાવના લખી હેવાથી તેની વાર્તા વિશેષ રસિક બને છે; સંભવ છે કે આ આખ્યાયિકાનું મૂળ પણ કે જુની વાર્તામાં મળી આવે. એકંદરે, શામળ સૌથી જુદો પડે છે.
આવી રીતે વેતાલપચીશી સંબંધી જુદી જુદી કૃતિઓમાંથી વાર્તાઓ ભેગી કરવામાં આવે તો પચીશ તો શું પણ પચાસ સુધી તેની સંખ્યા જવા સંભવ છે.
(૧૧). ૮. વિક્રમ-લીલાવતી: માલવદેશપતિ ગર્દભસેનનો પુત્ર વિક્રમ, ચંપાનગરીના રાજા ચંપકસેનની પુત્રી લીલાવતી સાથે સ્વપ્નામાં પરણ્યો. લીલાવતી પુરુષવિણ હતી, ૨૭ તેના મનનું સમાધાન કરીને વિક્રમે તેની સાથે કેવી રીતે લગ્ન કર્યું એ વાત જૈન કવિ ઉદયભાનું સં. ૧૫૬પમાં રચેલા વિક્રમરાસમાં કરે છે. ૨૮
૨૫. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૮૮. ૨૬. જુઓ પુરુષàષિણી નાયિકાનું ટિપ્પણ. ૨૭. જુઓ એજન. ૨૮. હાથપ્રત, સાગરના ઉપાશ્રયને ભંડાર, પાટણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org