________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ગૂજરાતમાં સૌથી જૂની રચના આમદના કાયસ્થ કવિ ગણપતિએ સં. ૧૫૭૩માં કરી.૩૧ આ કાવ્ય તેની પછીનાં એ વિષયનાં સર્વ કાવ્યોથી મોટું છે-લગભગ ૨૫૦૦ દૂહાનું. કાવ્યત્વની દૃષ્ટિએ પણ પછીની સર્વ રચનાઓ કરતાં તે શ્રેષ્ઠ છે.
સં. ૧૬૧૬માં કુશલલાભે “માધવકાકુંડલારાસ રચ્યો છે. તેની પણ પુષ્કળ પ્રતો મળી આવે છે. જૈન કવિએ પોતાના નિયમ મુજબ કૃતિને માત્ર શૃંગારપ્રધાન ન બનાવી દેતાં પાછળથી શીલમહિનામાં ઘટાવી છે. એમાંની સમસ્યાઓ પાછળની સમસ્યાઓ સાથે સરખાવવા જેવી છે.
કોઈ અજ્ઞાત વૈદિક કવિએ રચેલ માધવાનલની વાર્તા સં. ૧૭૨ ૭માં નકલ કરેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે તે પણ આ સાથે સરખાવવા જેવી છે.૩૧-અ
શ્રી છગનલાલ વિદ્યારામ રાવલને “માધવચરિત્ર” નામે આ જ વિષયનું એક રસભર્યું કાવ્ય મળેલું છે.
આ વિષય ઉપરની સૌથી છેલ્લી કૃતિ શામળભટની. પણ ગણપતિ કરતાં તે એ ન જ ચઢે.
માધવાનલની વાર્તા એક જ પરંપરા પ્રમાણે ચાલી આવી જણાય છે. ઉપર જણાવેલી સર્વ રચનાઓ ઘણે ભાગે પરસ્પર સંગત છે.
૩૧, શ્રી મંજુલાલ મજમુદારે સંપાદિત કરેલું આ કાવ્ય ગાયકવાડ પ્રાચ્યમાલામાં છપાયું છે.
૩૧–આ. આ વાર્તાનું સંપાદન મેં કર્યું છે અને તે ગૂ. વ. સ. તરફથી બહાર પડનાર “સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય”માં પ્રસિદ્ધ થશે. તા. ૧૨–૬–૪૫. ૩ર. આ કાવ્ય ગણપતિના કાવ્યના પરિશિષ્ટ તરીકે છપાયું છે.
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org