________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પણ તેમાંના ગૂજરાતમાં એાછા પ્રસિદ્ધ કઈ એક ગ્રન્થ ઉપરથી આ અસર ખોળવી તેના કરતાં ગૂજરાતમાં સત્કાર પામેલ વિશ્વનું એ બાબતમાં ઋણ સ્વીકારવું તે વધારે ઠીક છે.
( ૧૬ ) ૧૩. વિદ્યાવિલાસિની : “એક વણિક શેઠનો મૂર્ખ છોકરે ગુસેવામાં વિનય દાખવવાથી વિનયચંદ્ર કહેવાય. તેને ગુરુકૃપાથી સરસ્વતીને પ્રસાદ મળતાં એ વિદ્યાને વિલાસ કરનાર થયો, અને આખરે વિદ્યાના પ્રતાપથી રાજકન્યા પરણી રાજ્ય પણ મેળવ્યું. એ રીતે વિદ્યાવિલાસ રાજાનું નામ દષ્ટાન્તયેગ્ય ગણાયું”
સંવત ૧૨૮૫ની આસપાસ રચાયેલ વિનયચન્દ્રકૃત મનાથકાવ્યમાં આ કથા એક આડકથા તરીકે મૂકેલી છે. તપની મહત્તાનું તેમાં વર્ણન છે. ૨૦૩ લોકની એ આખ્યાયિકા, ૨૩૦૦ કડીના શામળભટના કાવ્યના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે નોંધવા જેવું છે.
ઉપરના સંસ્કૃત ઉપાખ્યાન પછી સં. ૧૪૮પમાં હીરાણંદસૂરિએ વિદ્યાવિલાસ પવાડો ગૂજરાતીમાં ર. તે ઘણે ભાગે વિનયચન્દ્રના સંસ્કૃત ઉપાખ્યાનને અનુસરે છે.
એ પછી સં. ૧૫૩૧માં કોઈ અજ્ઞાત જૈનકવિકૃત વિદ્યાવિલાસચોપાઈ,૪૧ તથા સં. ૧૬૭રમાં માણેસ્કૃત વિદ્યાવિલાસ રાસ આવે છે.૪૨ અઢારમા શતકમાં જિન, અમરચંદ અને ઋષભસાગર૪૩ એ જૈન કવિઓએ આ કાવ્ય રચ્યું છે. એ ઉપરાંત સુરતના રહે
૪૧. જૈન ગૂર્જર કવિઓમાં આ કાવ્યની નોંધ નથી. હાથપ્રત, હાલાભાઈને ભંડાર, પાટણ.
૪૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ છે. ૪૩. એજન, ભાગ ૨.
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org