________________
ઇતિહાસની કેડી વાર્તા–કારણ એ સર્વ જાણીતી છે–ને સામાન્ય સારની ખબર હશે એમ માનીને જ કરી છે. નહિ તો જે સર્વ વાર્તાઓનો સાર આપવામાં આવે તો આ નિબંધ, છે તે કરતાં ત્રણ ગણો લાંબા થઈ જાય. એટલે જ જે સમીક્ષા કરી છે તેને સર્વગ્રાહી માનવાની નથી, કારણ સર્વ સાધને મેળવીને આટલી બધી વાર્તાઓને માટે તેમ કરી શકાય એમ નહોતું. સંપૂર્ણ સમીક્ષા ત્યારે જ કરી શકાય કે જ્યારે એમાંની કઈ વાર્તાની તુલનાત્મક દૃષ્ટિએ સંશોધિત આવૃત્તિ બહાર પાડવાનો પ્રસંગ આવે–ભવિષ્યમાં અનુકૂળતા મળતાં સદયવચ્છ, નંદબત્રીશી વગેરે માટે તેમ કરવાને ઈરાદે છે. હાલ તો કોઈને સહેજ પણ માર્ગદર્શક થાય એટલા જ માત્ર ઉદ્દેશથી આ લેખ જાહેર સમક્ષ મૂક્યો છે.
(૨૦) વચ્છરાજ કૃત રસમંજરી, વચ્છ અને બીજા જૈન કવિઓ રચિત મૃગાંકલેખા, સગાલસાહઆખ્યાન,પર ચન્દ્રહાસાખ્યાન,૫૩ કેકશાસ્ત્ર, ૫૪ વિક્રમ-ખાપરો ચાર, વિક્રમ–શનિશ્ચરરાસ, ગોરાબાદલ
પર. ભોજે, નાકર, કનકવિજય, સુખરામ, રતનદાસ વગેરે આઠ કવિઓ રચિત સગાલ સાહઆખ્યાન જે. ગુ. વ. સ. તરફથી બહાર પડનાર છે તેના ઉપઘાતમાં સંપાદકે એ બાબત સારી ચર્ચા કરી છે. - ૫૩. ચન્દ્રહાસાખ્યાનમાં વિવિધ લોકકથાઓના અંશેનો કેવી રીતે પ્રવેશ થયો તે સ્વ. ચિમનલાલ દલાલે બતાવેલું. એ જ વિષય ઉપરનું ટી. બ. કેશવલાલ ધ્રુવનું વ્યાખ્યાન મનનીય છે.
૫૪. “ “કશાસ્ત્રને વળી લેકવાર્તામાં સ્થાન શી રીતે મળે ?” એવો પ્રશ્ન થશે તો જણાવવાનું કે ગુજરાતી કકશાસ્ત્રની એ જ ખાસિયત છે. ભૈરવસેન રાજાની તથા કોકદેવ પ્રધાનની વાત તેમાં આવે છે. વચ્ચે કવચિત આડકથા પણ આવે છે. તે વખતના કેટલાક વિચિત્ર વહેમ, જેનું નામનિશાન સંસ્કૃત
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org