________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય શામળ ભટ્ટ: વળતી સરસ્વતિ એમ વદે, ભગત ન આણીશ ભ્રાન્ત,
વિચટના ગુણ ગાશે જહાં, ત્યાં વસે વાસ એકાન્ત. સેવક મારો વલ્લભ મુને જેમ જેમ સે અપાર, અક્ષર મુખથી ઊચરે તેમ કરું હું સાર. કવણુ વિનેચટ ક્યાં હો, કોણ જાત કેણ દેશ.
માત - તાત કેણુ તેહનાં, રંક કિવા નરેશ. લધુ-સુખ : વલતી સરસ્વતી એમ વદે, ભગત ન આણીશ ભ્રય,
વિચટના ગુણ ગાશે નહીં, તહીં હું વસુ એકાન્ત. સેવક માર વાલે મુંને, જમ જમ સેવે અપાર, અક્ષર મુખથી ઓચરે તે હવે કફ અમે સાહાર. કવણ વિચટ, કહાં હુએ, કોણ જાત, કોણ દેશ.
માત તાત કણ એહનાં, કવણ પુર નરેશ.૪૪ કેટલેક સ્થળે તો વાકયો સુદ્ધાં મળે છે. મુકાબલે આ સમકાલીનની જ અસર શામળ ઉપર વધારે જણાય છે.૪૪
સંઘવિયની સિંહાસનબત્રીશીમાં એક અજ્ઞાન બ્રાહ્મણપુત્રની કથા છે. તે કાશ્મીર જઈને ગુરુકૃપાથી સરસ્વતીની કૃપાપાત્ર થાય છે. ગુરુ તેને સારસ્વત મંત્ર આપે છે, એટલી વાત વિનયચંદ્રના સંસ્કૃત ઉપાખ્યાનનો બહુ અંશે મળતી છે. પછીની વાર્તા પ્રસંગાનુસાર કવિ ફેરવે છે, તે છતાં એ સમયે વિદ્યાવિલાસની કથા તો તેના
૪૪. વિશેષ અવતરણ માટે “નયુગ માસિક પુ. ૩માં “બુદ્ધિપ્રકાશ'માંથી ઉદ્ધત લેખ.
૪૪-અ. સ્વ. નવલરામ ત્રિવેદીએ એમ પૂરવાર કરી આપ્યું છે કે શામળની કહેવાતી “વિદ્યાવિલાસિન ની વાર્તા ખરેખર શામળની નથી, પણ લઘુ અને સુખની કૃતિના આદિ-અંતમાં શેડ ઘાલમેલ કરીને કેઈએ શામળના નામે ચડાવી દીધી છે. આ લેખ લખતાં મૂળ હાથપ્રતો તપાસવાને પ્રસંગ મને મળેલ નહીં, તેથી આ વસ્તુ હું જોઈ શક્યો નહોતો. તા. ૧૨-૬-૪પ.
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org