________________
ઇતિહાસની કેડી મગજમાં હોવી જ જોઈએ એમ લાગે છે, કારણ બ્રાહ્મણપુત્રનું વર્ણન તે “જાણે બીજે વિદ્યાવિલાસ” એ પ્રમાણે કરે છે.
(૧૭) ૧૪. શુકબહોતેરી : સામાન્ય માન્યતા એવી છે કે શુકબહોતેરી --સુડાબહેતરીની વાર્તા “તૂતીનાહ” એ મૂળ ફારસી ઉપરથી સંસ્કૃતમાં તથા હિન્દની બીજી ભાષામાં ઉતરી આવી છે. જૈન સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન ડે. હર્ટલનું માનવું છે કે એ કૃતિના મૂળ ઉત્પાદક જૈનો છે, કારણ સંસ્કૃત અવસતિની કેટલીક વાર્તાઓમાં શ્વેતામ્બર જૈનો માટે માનભર્યું લખાણ છે તથા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં
कथासप्ततिसंशंसौ मार्जायेव शुकोऽनया ।
नीतिज्ञोऽपि गृहीतोऽसि जगादेत्यभयं च सः ॥ એ પ્રમાણે શુક્ષતિની કથા કહેનાર નીતિન શુકનો માનભેર ઉલ્લેખ છે, વગેરે.૪૫ * એ વિવાદાસ્પદ વિષયની લંબાણ ચર્ચા કરવાનું આ સ્થાન નથી; પણ એટલું તો ખરું જ કે ઘણાક દેશોના સાહિત્યમાં એ વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધિ પામી છે.
સ્વ. તનસુખરામ ત્રિપાઠીએ નીરવની ટિપ્પણીમાં દ્વિનાનિJસતિને ઉલ્લેખ કર્યો તે ઉપર બતાવેલ સત્તથી ભિન્ન છે કે કેમ તે જાણી શકાતું નથી.
ગૂજરાતીમાં પૂર્ણિમા ગચ્છના રત્નસુન્દરસૂરિએ શુકબહેતરી રચી છે. પ્રસિદ્ધ કવિ શામળભટે સં. ૧૮૨૧ માં ખૂબ લાંબી સુડાબહોતેરી રચી છે.
૪૫. જુઓ, “જૈનયુગ, પુ. ૩, પૃ. ૧૫-૧૫૩.
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org