________________
ઇતિહાસની કેડી વાસી લઘુ અને સુખ એ વણિક ભાઈઓએ સં. ૧૭૨૩માં વિનયચક્રની વાર્તા રચી છે; એ તો શામળ ભટ્ટને બહુ મળતી આવે છે.
હવે, સંસ્કૃત કથા તથા શામળભટ્ટમાં ફેરફાર છે તે જોઈએ; તેમાં ખાસ નેધવા જેવું એ છે કે પહેલાંની કથામાં વિદ્યાવિલાસ પુચ્છનું નામ છે તે શામળ ભટના કાવ્યમાં રાજકુંવરી વિદ્યાવિલાસિનીમાં ફેરવાઈ જાય છે. રાજપુત્રી સૌભાગ્યમંજરી રાતે છાનીમાની પ્રધાનપુત્ર (ખરી રીતે વિચટ્ટ) સાથે ઊંટ ઉપર બેસી નાસી જાય છે. મૂળ સંસ્કૃતમાં એ વખતે રસ્તામાં કંઈ ન બોલવાના સંકેત છે. હીરાણદે એ સ્થળે કેટલીક સમસ્યાઓ મૂકી છે; જ્યારે શામળભરમાં એ કંઈ નથી.
સંસ્કૃતમાં જ્યાં સધિવિગ્રહનો ગુપ્ત લિપિવાળો લેખ ઉકેલવાની હકીકત આપી છે ત્યાં હીરાણંદ, જયસિહદેવ તળાવ ખોદાવતા હતા ત્યાં પ્રાચીન તામ્રપટ નીકળ્યું એવી હકીકત આપી છે. શામળભટ હીરાણુંદને જ લગભગ અનુસરે છે, પણ લિપિના ઉકેલને અંતે વિદ્યાવિલાસને મંત્રીપદ મળ્યું એનું રસભર વર્ણન એના જેવું બીજા કેઈએ કર્યું નથી.
નગરદેવતા આગળ નૃત્યપ્રસંગે સૌભાગ્યમંજરીની આંગળીએથી વીંટી સરી પડે છે, પણ શામળની વિલાસિનીનું ઝાંઝર નીકળી જાય છે અને એ બહાને અબોલા ભાંગે છે.
સર્પદંશમાંથી પ્રધાનને ઉગારીને, વેશ્યા તે પોતાની પાસે જ રહે એવું માગી લે છે અને પછી તેને દિવસે મોર અને રાતે મનુષ્ય બનાવી દે છે. જ્યારે હીરાણંદ અને શામળમાં વર માગવાની હકીક્ત નથી, પણ, ગણિકા પ્રધાનને પિપટ બનાવી દે છે તે વાત છે.
શામળભટે વિનયચન્દ્ર કે હીરાણંદની કથા વાંચી હશે, પણ સૂરતના વણિક બંધુઓના કાવ્યની તેના ઉપર કંઈક વધારે અસર થઈ છે એમ નીચેનાં અવતરણો ઉપરથી લાગશેઃ
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org