________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય
સદેવંતની વાર્તાના રચનારનું નામ જણાતું નથી). આથી ઊલટું, પ્ર. કાન્તિવિજયજી મહારાજના વડોદરાના સંગ્રહમાં સદેવંત વિષેની મારવાડી મિશ્રિત ગદ્યપદ્યવાળી બે જુદી હસ્તલિખિત કથાઓ મેં જોઈ હતી એમાં એ પ્રસંગો છે, એટલે આ પ્રસિદ્ધ વાર્તાની પણ જૂની પરંપરા તો છે જ, પણ એ પરંપરાનું મૂળ બીજે ક્યાં શોધી શકાતું નથી. નિશાળમાં સદેવંત અને સાવળિંગાનો પ્રેમ તથા તે તરફ ગુરુજીનું કેપે ચડવું એ હકીકત લયલા મજનૂની પ્રસિદ્ધ પ્રેમકથા સાથે કેટલી બધી મળતી આવે છે? આવી જ રીતે લોકકથાઓને અમુક અંશેની આયાત-નિકાસ થયાં કરે છે.
ભીમની વાર્તામાંના અભુતરસના પ્રસંગો પણ અજબ રંગત જમાવે છે; પ્રેમ અને પરાક્રમના મિશ્ર પ્રસંગો તો એથી યે વધારે. કચરા જેવી સ્થિતિમાં નવીન પરંપરાવાળી કથાને બહાર પાડીને બુકસેલરોએ એ વાર્તાને નાહક બદનામ કરી છે, બાકી ભીમનું કાવ્ય વાંચતાં એમ લાગે છે કે ગુજરાતીના જુના સાહિત્યમાં ઘણું કરીને 241 07 214 Qu Romance 3.
(૧૫) ૧૨. બિહણકાવ્ય : બિહણકાવ્યને સામાન્ય વાર્તાના વર્ગમાં મૂકવું કોઈને અજુગતું લાગશે. અત્રે એ વિષે એટલું જ જણાવવાનું કે બિલ્ડણ-શશીકલાની ઘટના સત્ય હો વા ન હો, પણ આપણા પ્રાચીન વાર્તાના સાહિત્ય ઉપર તેની જબરી અસર થઈ છે, એટલે અહીં એ વિષે લખવું પ્રસ્તુત છે.
સંસ્કૃત બિહણકાવ્યનું ગૂજરાતી ભાષાન્તર ઘણું કરીને સોળમાં સૈકામાં જ્ઞાનાચાર્યું કર્યું. બહુ લોકપ્રિય થયું, એટલે સ્વકલ્પનાએ શશીકલાપંચાશિકા લખવાનું પણ તેને સૂઝયું, પણ એ કાવ્ય, કાવ્ય તરીકે ફિક્કું જ રહ્યું. બિલ્ડણકાવ્યનું બીજું ભાષાન્તર સં. ૧૬પર લગભગ જૈન કવિ સારંગ કર્યું છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org