________________
ઇતિહાસની કેડી
પુરુષદ્રેષિણી સ્ત્રીની વાર્તા આપણી પ્રાચીનકથાઓમાં બહુ પ્રસિદ્ધ હતી એમ આ જ લેખમાં અગાઉ કરેલા ઉલ્લેખે! ઉપરથી જણાશે.
ભૂષણભટ્ટસ્કૃત પ્રાકૃત ઢીઢાવા જેસલમેરના ભંડારમાં છે તેમાં પૈણના વિવત્સલ સાતવાહનસિંહલદ્વીપના રાજાની કન્યા લીલાવતી સાથે પરણ્યે! તેની વાત છે. સભવ છે કે કામાવતીની વાર્તામાંના સાતવાહનના પુત્ર નરવાહનની પરંપરાનું મૂળ આમાં સંકળાયેલું હાય. વિક્રમલીલાવતીનું વસ્તુ કંઇક અંશે ઉક્ત સ્રીજા‡દ્દાને મળતું હશે એમ લાગે છે.
આ વિષયમાં ઉદયભાણની રચના સૌથી જૂની છે. તેના સમકાલીન બીજા વાર્તાકાર કવિએથી તે એકદમ જુદા પડી આવે છે. તેની શૈલી રસિક અને પ્રાસાદિક છે. શામળભટનાં ને તેનાં વર્ણન ઘણી રીતે મળતાં આવે છે.
જૈન કવિ અભયસામે સ. ૧૭૨૪માં વિક્રમલીલાવતીકથા રચેલી છે,૨૯ તથા પરમસાગરની એ જ વિષય ઉપર સ. ૧૭૨૯ લગભગ રચાયેલી કૃતિ પણ પ્રસિદ્ધ છે,૭૦
આ સર્વની પદ્ધતિસર સરખામણી કરવામાં આવે તે ઘણું જાણવાનું મળે.
(૧૨)
૯. માધવાનલ : માધવાનલ-કામકુંડલાની શૃંગારરસપ્રચુર કથા આપણા જૂના સાહિત્યમાં પ્રસિદ્ધ છે. માધવાનરિત્રની સંસ્કૃત ગદ્યપદ્ય કૃતિ બહુ પ્રચાર પામેલી છે, અને તેની સંખ્યાબંધ હાથપ્રતા મળી આવે છે. રચનારના નામ વગરની એક એ જૈનકૃતિએ પણ જોવામાં આવે છે.
૨૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨, પૃ. ૧૪૪,
૩૦. હાથપ્રત, પ્ર. કાન્તિવિજયજી જૈનશાસ્ત્રસ’ગ્રહ, વડોદરા.
Jain Education International
૧૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org