________________
કામદેવની મૂછ કામદેવને મૂછ હોય કે નહીં ?' એ પ્રશ્ન ભારે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. અમદાવાદના ટાઉન હેલમાં કેટલાક સમય પહેલા એક નૃત્યસમારંભ યોજાયો હતો, અને એમાં મદનનૃત્યમાં મદનને મૂછોવાળો બતાવવામાં આવ્યો હતો. એક સ્થાનિક માસિક પત્રમાં આ સામે ટીકા પ્રકટ થઈ હતી, ત્યારથી આ પરની ચર્ચાને આરંભ થયો છે. આ પ્રશ્ન રમૂજી, આકર્ષક અને રસિક હવા સાથે સંશોધનવૃત્તિને જરાક સળવળાવે એવો પણ છે, એટલે એ વિષેના થોડાક છુટા વિચારે અહીં રજૂ કર્યા છે.
કામદેવને મૂછો હોય કે નહીં?” એવો સવાલ કેઈની પણ આગળ રજૂ કરતાં પહેલો જવાબ “ના” મળશે. પશ્ચિમની પુરાણકથાના આંધળા બાળક Cupidને અનુલક્ષીને જ આવો જવાબ અપાય છે, તેની ખાતરી એક કરતાં વધુ મિત્રોને પ્રશ્ન પૂછીને મેં કરી છે. પરંતુ આપણું પ્રાચીનોએ કલ્પેલો “કામદેવ” તે પુખ્ત વયનો ચિયુવાન પુરુષ છે, એટલે કુદરતી રીતે તેને મૂછ ઊગવી તો જોઈએ જ. પુરાણમાં અને સંસ્કૃત સાહિત્યમાં કામદેવનાં અનેક વર્ણન આવે છે, પણ કયાં ય કામદેવની મૂછોનો ઉલ્લેખ સરખો નથી. એમ તો બીજા કોઈ દેવની મૂછનો ઉલ્લેખ પણ ક્યાં ય મળતો નથી, પરંતુ એટલા ઉપરથી જ એ સર્વે દેવોને નમૂછિયા બનાવી દેવા, એ તાર્કિક દષ્ટિએ ખોટું છે.
આ સવાલ ઉપર સાહિત્ય આપણને ઝાઝી મદદ કરે એમ નથી. એટલે ચિત્રકળા અને શિલ્પકળાનું શરણ આપણે લેવું પડશે.
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org