________________
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં
ગૂજરાત’ના ઉલ્લેખો આપણા પ્રાન્તને માટે, અત્યારે સર્વસામાન્ય પ્રચારમાં છે તે, ગૂજરાત નામ ક્યારે પ્રચલિત થયું એ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં, શિલાલેખો અને તામ્રપત્રમાં– અત્યારે મળતા પુરાવાઓ જોતાં તો નિરપવાદ રીતે, તેમ જ અપભ્રંશ અને પ્રારંભિક ગૂજરાતીના સાહિત્યમાં સામાન્ય રીતે, ગુર્જરત્રામંત્ર, गुर्जरत्राभूमि, गुज्जरत्ता, गूर्जरत गुर्जरत्रा, गुर्जरात्र, गुर्जराट, गुर्जरदेश, ગુર્જરધરળ, સુન્નરશ, ગુર્નરમ, ગરધર એવાં જુદાં જુદાં નામો મળે છે. દશમા સૈકા સુધીના આરબ મુસાફરે “ઝઝ” (Jurz) તથા ગુજ(Juzr) એવાં નામો આપે છે. અલબત્ત, જે તે સ્થળોએ આ બધાં જ નામો અત્યારના ગૂજરાતને અનુલક્ષીને આપવામાં આવ્યાં છે, એમ નથી. મૂળરાજ સોલંકીએ વિક્રમના દશમા સિકાના અંતભાગમાં પાટણમાં પોતાનું રાજ્ય જમાવ્યું અને એ રાજ્યમાં જ્ઞાનસંસ્કારની પરબ” બેસાડવાનો પ્રયાસ કર્યો, ત્યાર પહેલાંનું ગુર્જરત્રામંડલ’ હાલના ગુજરાતની ઉત્તરે ભિન્નમાલ તથા હાલના ક્યપુર પાસેના નારાયણની આસપાસ આવેલું હતું. વિક્રમના દશમા શતક સુધી હાલના મધ્ય ગુજરાત માટે ગૂજરાત કે એને મળતું ગુર્જરત્રા કે ગુર્જરદેશ જેવું નામ પ્રચારમાં નહોતું આવ્યું, એમ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે. અત્યારનું દક્ષિણ ગૂજરાત અથવા લાટ તે પછી પણ ઘણા સમય સુધી તળ ગૂજરાતથી ભિન્ન ગણાતું હતું. પણ ગુજરાતની સીમાઓમાં થયેલાં આ ઐતિહાસિક પરિવર્તન સાથે
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org