________________
ઇતિહાસની કેડી પૂર્વાર્ધ સુધીનું સાહિત્ય પણ એ શબ્દપ્રયોગની વ્યાપકતા બતાવી આપે છે. બીજું, અહીં રજૂ કરેલા પ્રમાણે એ પણ બતાવી આપશે કે, “આપણા પ્રાન્તનું “ગૂજરાત” એ નામ મુસ્લિમ રાજ્યકાળ પહેલાં સર્વસામાન્ય પ્રચારમાં નહોતું, અને એ નામનો પહેલે વિશ્વાસપાત્ર પ્રયોગ આપણું સાહિત્યમાં “કાન્હડદે પ્રબન્ધ”માંથી મળે છે”—એ મત હવે સાધાર ગણી શકાય એમ નથી. વિક્રમના અગિયારમા સૈકાનો લેખક અલબિરુની “ ગૂજરાત ને ઉલ્લેખ કરે છે, એટલું જ નહિ, પણ લાદેશ અણુહિલવાડની દક્ષિણે ૧૭૦ માઈલ દૂર આવેલો છે, એમ જણાવે છે; વિક્રમના તેરમા સૈકામાં રચાયેલા “આબુરાસ'માં તથા સં. ૧૨૯૦ પૂર્વના રાણકદેવીના લોકદૂહામાં પણ ગુજરાતને પ્રયોગ છે; વિક્રમના ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં રચાયેલ • પ્રભાવકચરિતમાં ઉદ્ધત થયેલા અપભ્રંશ દલામાં પણ “ગૂજરાત ને પ્રયોગ છે તથા એ જ સમયનો ઇટાલિયન મુસાફર માર્કો પોલો પોતાના પ્રવાસવર્ણનમાં ગૂજરાત ની નોંધ લે છે. આ ચારે ઉલ્લેખો મુસ્લિમ રાજ્યકાળ પૂર્વના છે; “સમરારાસ” તથા “જિકુશલસૂરિ–પટ્ટાભિષેકરાસમાંથી મળેલા “ગૂજરાત’ના ઉલ્લેખો મુસ્લિમ રાજ્યકાળ પછી તુરતના જ છે. અલબિરુની અને માર્કો પોલો જેવા પરદેશીઓએ તો તે કાળની જીવતી ભાષામાં પ્રચલિત પ્રયોગ જ સાંભળીને નેવ્યો. હોવો જોઈએ. પરદેશીઓની ધમાં તેમ જ તત્કાલીન દેશભાષાના શિષ્ટ સાહિત્ય તેમ જ લોકસાહિત્યમાં પણ “ગૂજરાત’ શબ્દનો પ્રયોગ
ઘણાં જુનાં હોય છે અને તેમની પાછળ ઘણુ વાર પ્રજાજીવનનાં કંઇ કંઈ રહસ્ય છુપાયેલાં હોય છે. પ્રસ્તુત ઉક્તિ ગુજરાતનાં જૂનાં શહેરોની રચના પરત્વે સુશ્લિષ્ટ સંક્ષેપમાં એક એતિહાસિક સત્ય રજૂ કરે છે, એ ભાગ્યે જ કહેવું પડે તેમ છે. માંડણ વિક્રમના સોળમા સૈકામાં થઈ ગયો. એટલે તેણે પોતાના કાવ્યમાં વણી લીધેલો, તેના જ શબ્દોમાં કહીએ તો, આ “ઉખાણ” તેના સમય કરતાં સહેજે બેત્રણ સિકા જેટલે જનો હશે, એમ માનવામાં ઐતિહાસિક સત્યોની અવગણના નહિ થાય.
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org