________________
ઇતિહાસની કેડી
અજ્ઞાતકવિઃ જુઆરી ઘર રિધડી, મેકડ કંઠે હાર,
ગહિલી માથે બેડલું છાજે કેતી વાર ? રામચન્દ્ર: જયારી ઘરિ રિદ્ધી, માંકડ કેટઇ હાર,
ગહિલી માથઈ બહેડલું છા જઈ કેતી વાર ?
૩. નંદબત્રીશી: નંદબત્રીશીની વાર્તાનું મૂળ મળી શક્યું નથી. એ વાર્તાનું કોઈ સંસ્કૃત પુસ્તક મારા જેવામાં આવ્યું નથી;૧૩-અ પણ એ વિષયના પ્રકીર્ણ લે કે દ્વારે તિતિ મૂપાત્રો દ્વારપાત્રો ન મુખ્યતિ ! વીનં વતિ માર્થ ફારિત રત્નપુરમ્ વગેરે છૂટક પાનાંઓ ઉપર ઘણા મળ્યા છે. અને તેમાંના કેટલાકની પ્રાચીનતા તો લિપિ ઉપરથી ચૌદમા શતક પર્યન્ત લઈ જવી ઘટે.
ગૂજરાતીમાં એ વિષય ઉપર સૌથી જૂનું લખાણ જૈન કવિ ન્યાયશીલનું છે. તેની “નંદબત્રીશી' સં. ૧૫૦૦માં રચાયેલી છે. આ કાવ્યની ૮ પાનાની હાથપ્રત પાટણમાં હાલાભાઇના ભંડારમાં છે. તે પછી ઉક્ત કાવ્ય સં. ૧૫૪પમાં જૈનેતર નરપતિએ રચ્યું. ૧૪ તેની નંદબત્રીશી કંઈક ટૂંકી અને નીરસ પણ છે; પણ તેમાનો કેટલોક ભાગ શામળ સાથે દૂબહૂ મળતો આવે છે. સં. ૧૫૬૦માં સંધકુલની નંદબત્રીશી રચાઈ છે, ૧૫ તે ઘણે ભાગે નરપતિને મળતી જ આવે છે. કવિતા ઘણે દરજે નરપતિથી ચડે.
ગૂજરાતી સાહિત્યમાં લોકપ્રિય વિષયો દોઢ કે બે સૈકા સુધી અસ્પૃશ્ય રહ્યા હોય એવું ભાગ્યે જ બન્યું હશે. સિંહાસનબત્રીશી કે
૧૩-અ. કેઈ અજ્ઞાત લેખકે સરકૃતમાં રચેલ “નચરિત્ર ની હસ્તલિખિત પ્રતિ થોડાક સમય ઉપર મને મળી છે. તા. ૧૧-૬-'૫.
૧૪. પંચદંડ રચનાર નરપતિ અને આ નરપતિ એક જ વ્યક્તિ છે. તેનું નંદબત્રીશી કાવ્ય બુ. પ્ર. સપ્ટેમ્બર ૧૯૩૨ના અંકમાં મેં છપાવ્યું હતું.
૧૫. ઈ. સ. ૧૯૧૬માં આ કાવ્ય બુદ્ધિપ્રકાશમાં છપાયું હતું.
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org