________________
આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પંચદંડનાં અધી કે પા સદીએ મળતાં કાવ્યો એ વાતના ઉદાહરણરૂપ છે. સં. ૧૫૫૦ની સંઘકુલની નંદબત્રીશી પછી ઠેઠ સં. ૧૭૩૧માં નિત્યસૌભાગે એ વિષય ઉપર એક નાનું કાવ્ય રચ્યું છે તે ઉપરથી એમ લાગે છે કે આ વાર્તા વિક્રમની વાર્તાઓ જેટલી લોકપ્રિય તો નહતી જ; નહિ તો આધુનિક સમયમાં જેમ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવામાં આવે છે તેવું એ સમયે પણ બન્યા વગર ન જ રહે.
સં. ૧૭૮માં નકલ કરેલ, કઈ જૈન કવિએ રચેલ “નંદબત્રીશી ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે. આ વિષય ઉપર છેલું કાવ્ય રચનાર શામળભટ ઉષા, નળ, અભિમન્યુ જેવા વિષય ઉપર પ્રેમાનંદે પિતાની પ્રાસાદિક કલમ ચલાવી તે પછી ગૂજરાતમાં એ કાવ્યોની નવીન આવૃત્તિ’ની માગણું બહુ જ ઓછી–બલકે નહતી થઈ, એમ પછીનું સાહિત્ય જોતાં લાગે છે, તેવું જ વાર્તાઓ માટે શામળભટના સંબંધમાં બન્યું.
ઉપર જણાવેલાં સર્વ કાવ્યો નાનાં છે, તેથી જે એ બધાં સારી રીતે સંશોધીને એક જ પુસ્તક છાપવામાં આવે, તો એ સર્વના તુલનાત્મક અભ્યાસ માટે બહુ સગવડ થાય.
વધુ વિસ્તાર નહિ, પણ શામળ અને નરપતિ વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જોવા ખાતર બનેની થોડીક કડીઓ આપણે જોઈ જઈએ. નરપતિઃ કામાતુર નર કહીઈ અંધ, જનમજો કહીઈ જયંધ,
મદપૂરિત ગજ કહીઈ અંધ, અરથી નર સદાઇ અંધ. એ ચ્યારે કહીઈ આંધળા, પુણ્યરહિત, પાપે પાંગળા,
ધર્મતણું તું કરિ વિચાર, પાપત નવ કરિ આચાર. શામળ: જોબનમદ પહેલો આંધળા, બીજો મદ કામે આંધળે,
ત્રીજે અંધ ધનમદ જેહને, ચોથો મદ જેની દેહને. પંચમ અંધ જે જીવ આહરે, છઠ્ઠી અંધ જે કેપે ભરે, સાતમો અંધ દબાણ જેહ, આઠમે અંધ વ્યસનીની દેહ. એટલા અંધ વિચાર ન કરે, ના કહીએ તો નિચે મરે.
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org