________________
ઇતિહાસની કેડી
છે. સંસ્કૃત મોઽપ્રવન્ધનું નામ શામળભટ લે છે; પણ અદ્યપર્યન્ત પ્રાપ્ત કાઇ મોઽત્રવન્ધમાં એ વિષે ઉલ્લેખ નથી.
કાઇ અજ્ઞાત જૈન લેખકરચિત પદ્મનાભ વિમારેત્રમૂ પંડિત હીરાલાલે છપાવ્યું છે; તે શામળભટની વાર્તા સાથે બહુ મળતું આવે છે. સં. ૧૫૫૬માં અજ્ઞાત જૈન વિએ રચેલ ‘પંચદ ડચતુષ્પદી ’ ‘બુદ્ધિપ્રકાશ’ના ફેબ્રુઆરી ૧૯૭૨ના અંકમાં મેં છપાવી છે તે પણ શામળભટ્ટની વાર્તા સાથે ખૂબ મળતી આવે છે. જો કે ઉક્ત સંસ્કૃત અને ગૂજરાતી બન્ને કાવ્યના કર્તાઓએ જૈન ધર્મના સિદ્ધાન્તાનુ પ્રતિપાદન કરતા કેટલાક પ્રકાણ પ્રસંગેા ઇત્યાદિ દાખલ કર્યુ છે. જૈનેતર વિ નરપતિએ સ. ૧૫૬૧માં પંચડાત્મક વિક્રમચરિત્ર' રચ્યું છે; ૧૧ તે પણ ઘણે ભાગે શામળભટ્ટને મળે છે. સત્તરમા શતકના આરંભમાં રાજધરના પંચદડ પણ જોવા જેવા છે.
(
અઢારમા સૈકાના આરંભમાં જૈન કવિ લબ્ધિરુચિએ પંચદડની વાર્તા 'દેશીબંદુ રી છે. ૧૨ તેની પ્રેસકોપી મેં શ્રી મંજુલાલ મજમુદાર પાસે જોઇ હતી. તે કૃતિ પણ શામળભટથી બહુ જુદી પડતી હાય એમ જણાતું નથી. સ’. ૧૭૨૭માં જૈન કિવ લક્ષ્મીવલ્લભે પણ પંચદંડની વાર્તા રચી છે. ૧૭ ઉપરાંત પાટણમાં સંઘના ભંડારમાં પંચવછત્ર નામે નાની પોથી છે, તેમાં સાદી સંસ્કૃતમાં પાંચદંડની વાર્તા વર્ણવેલી છે. પૂ. વ. સેા.ના સંગ્રહમાં સ. ૧૭૩૮માં લખેલી પ્રતમાં આ પ્રસંગ મારવાડી ભાષામાં છે, તે પ્રચલિત વાર્તાથી સહેજ જુદા પડે છે.
૧૧. આ કાવ્ય ફાસ ગૂજરાતી સભા તરફથી છપાયું છે, ૧૨. જૈન ગૂર્જર કિવએમાં આ કાવ્યની નોંધ થઇ નથી. ૧૩. જુએ જૈન ગર કવિ, ભાગ ૨, પૃ. ૨૪૩,
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
6
www.jainelibrary.org