________________
ઈતિહાસની કેડી
પણ સિંહાસનબત્રીશીનાં પ્રાચીન મૂળ જાણી શકાતાં નથી. આશરે બારમા સૈકામાં મંકરે “સિંહાસનબત્રીશી'ની ગદ્યપદ્યમય વાર્તાઓ મહારાષ્ટ્ર પ્રાકૃત ઉપરથી સંસ્કૃતમાં લખી. એ ઉપરથી ક્ષેમંકરની એ પહેલાં સંસ્કૃત-પ્રાકૃતમાં આ વાર્તાઓ રચાઈ હોય, અને ક્ષેમંકરની અલંકારપ્રચુર કૃતિ આગળ ઝાંખી અને શુષ્ક લાગતાં કાળે કરીને ભુલાઈ ગઈ હૈય—એમ અનુમાન થઈ શકે છે. એ પછી ડભોઇમાં રામચન્દ્રસૂરિએ સં. ૧૪૯૦માં વિચરિત્ર રચ્યું છે.
ક્ષેમંકર અને રામચન્દ્રનાં વિક્રમચરિત્રમાં પૂતળીઓનાં નામ એકસરખાં નથી, કઈ કઈ સ્થળે વાર્તામાં પણ ફેર આવે છે. વિક્રમચરિત્ર સંબંધી નેંધપાત્ર સંસ્કૃત ગ્રન્થો પૈકી કાસદગછીય દેવમૂર્તિકૃત વિસ્તૃત “વિમચરિત્ર' (વિક્રમનો પંદરમે સેકે), તથા અજ્ઞાત જૈન કવિકૃત વિવિથ ખાસ ઉલ્લેખ માગે છે. વિમાની પાટણના સાગરના ઉપાશ્રયના ભંડારની મને મળેલી હાથપ્રત સં. ૧પ૩રમાં લખેલી હતી, એટલે એ પહેલાં ઉક્ત વિમેવથા રચાઈ હશે. છવાનન્દ વિદ્યાસાગરે પ્રકટ કરેલ દ્વાઢિંરપુત્તાિ પણ આ સાથે સરખાવી શકાય.
ગૂજરાતી કાવ્યો પૈકી જૂનામાં જૂનું મલયચન્દ્ર નામે જૈન કવિએ સં. ૧૫૧૯માં રચેલી પાઈ છે. તે ઘણે ભાગે વિમાને અનુસરે છે. કાવ્ય ખાસ રસ પડે એવું નથી, કારણ ૩૨ વાર્તાઓ અને પ્રાસ્તાવિક ભાગ એ બધું માત્ર ૩૮૫ કડીઓમાં સમાવ્યું છે, પણ સિંહાસનબત્રીશી વિષે જૂનામાં જૂના ગૂજરાતી કાવ્ય તરીકે તેની કિંમત ઓછી નથી. એ પછી સિદ્ધિસૂરિએ સં. ૧૬૧૬માં
૬. “જૈન ગૂર્જર કવિઓમાં આ કાવ્યની નોંધ નથી. તેની હાથપ્રત પ્રાચ્યવિદ્યા મંદિરમાં છે.
૭. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦૫.
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org