________________
ઇતિહાસની કેડી
એવા દેશોને માટે પણ આ વસ્તુ સાવ સાચી જેવી–જેમ કે કથાસરિત્સાગર”ની કોઈ વાતે સહેજ ફેરફાર સાથે “એરેબિયન નાઈટસ'માં દેખાય છે.
શામળ વાર્તાસાહિત્યને નવો જ ઝોક આપ્યો. તેના સર્વ પુરોગામીઓ તેની આગળ ઝાંખા અને શુષ્ક લાગે છે તે પણ ખરું, છતાં એ પુરોગામીઓની શામળ ઉપર ઓછી અસર નથી તે આગળ જણાશે.
આપણા પ્રાચીન લોકવાર્તાના સાહિત્યમાં વિક્રમ જેવા લોકોત્તર પુરુષનું પ્રાધાન્ય છે, પણ એ સિવાય બીજી પણ સામાજિક વાર્તાઓ મળે છે. - શામળભટ પહેલાનું જે વાર્તાઓનું સાહિત્ય મળી આવે છે તે મોટે ભાગે જેનોનું છે. આનો અર્થ કેટલાક “અતિજૈન' કરે છે તેમ “ગૂજરાતી સાહિત્યના ઉત્પાદક જેનો છે,’ એમ નથી, પણ સાચવણીના અભાવે વિદિકનું ઘણું સાહિત્ય નાશ પામ્યું એટલો જ છે. તેમ છતાં વૈદિકોએ રચેલી જે થોડીઘણી પ્રાચીન વાર્તાઓ મળી આવે છે, તે ઉપરથી જણાઈ આવે છે કે તેમની રચનાઓમાં ધર્મને ગૌણસ્થાન હતું, જ્યારે જૈન સાધુઓએ રચેલી કથાઓ ભલે શિંગારમય હશે, પણ છેવટે તો કામને કેમ જીતવો એ વાતનું જ
એમાં પ્રાધાન્ય આવશે. “ તરંગવતી” વગેરે પ્રાકૃત જૈન કથાઓથી પણ એ વાત જણાય છે અને આ બાબત તરફ જોતાં તો આટલી મર્યાદા અને સીમાબન્ધનમાં રહીને જૈનોએ કરેલી સાહિત્યસેવા તરફ માનબુદ્ધિ પેદા થાય છે.
વાર્તાનું સાહિત્ય ઘણુંખરૂં સમકાલીન સમાજની પરિસ્થિતિ ઉપરથી લખાયેલું હોવાથી તે વખતની સ્થિતિ, આચારવિચાર, રીતરિવાજ, વહેમો વગેરે જાણવાને પણ બહુ ઉપયોગી થાય છે.
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org