________________
ઇતિહાસની કેડી
સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય, શિલાલેખો અને તામ્રપત્રો જેવાં વિદ્ધન્માન્ય લખાણમાં એનાં ગૂર્જરત્રા” “ગૂર્જરત્રા,” “ગુજજરત્તા' કે “ગુજરાટ' જેવાં સંસ્કારેલાં કૃત્રિમ રૂપને સ્થાન મળે એ સમજી શકાય એવું છે. પ્રયોગ મળે છે (જુઓ ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ, ભાગ ૨, પૃ. ૨૫૯). મુનિ શ્રી જશવિજયજી પાસે કૃષ્ણજીવનને લગતા કઈ જૈન રાસાની એક તૂટક હાથપ્રતનાં માત્ર ૮ થી ૧૧ સુધીનાં ચાર પાનાં છે. આદિ-અંત મળતાં નથી એટલે કર્તાનું કે કૃતિનું નામ તથા રાસંવત જાણી શકાતાં નથી. પણ ભાષા અને લિપિ ઉપરથી પ્રત વિક્રમના સત્તરમાં સિકામાં લખાયેલી લાગે છે. આ રાસાના ૧૧મા પાના ઉપર ૧૧મી ઢાળના આરંભમાં “ હાલ ૧૧મી ગુજરાતી ફલડાની એ પ્રમાણે દેશીને ઢાળનો નિર્દેશ છે. હવે, “હરિયાલી” (ટકાં પદમાં વિનોદાત્મક અવળવાણી દ્વારા ગૂઢ આધ્યાત્મિક અર્થોને નિર્દેશ કરતે એક જુને કાવ્યપ્રકાર)ને ‘ફૂલડાં’ નામથી ઓળખાવવામાં આવે છે, અને તે જ અર્થ જે અહીં ઉદિષ્ટ હોય તે
ગજરાતી ફૂલડાંમાં “ગુજરાતી એ ભાષાનું જ નામ ગણાય, અને એ રીતે પ્રેમાનંદ પૂર્વેને આ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ ગણાય. આ ઉલ્લેખને ઘડીભર બાજુએ રાખીએ તો પણ જો આ પ્રાન્તના વતનીઓ, ઉપર જણાવ્યા પ્રમાણે, “ગુજરાતી” કહેવાતા હેાય તો તેમની ભાષા પણ એ નામે ઓળખાય એ અશક્ય નથી અને ઉપરનાં પ્રમાણે ધ્યાનમાં લેતાં પ્રેમાનંદની પહેલાં લોકબોલીમાં પણ આપણું ભાષા માટે ગુજરાતી” નામ નહીં જ વપરાતું હોય એમ માનવું વધારે પડતું છે. અલબત્ત, આ દિશામાં વિશેષ સંશોધનની જરૂર છે.
૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org