________________
ગુજરાતના ઉલ્લેખે છે. એમાં સૌથી પહેલો અલબિનીનો ઉલ્લેખ ધ્યાનમાં લેતાં, આપણા પ્રાન્ત માટે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગૂજરાત માટે ગૂજરાત' એ નામ વિક્રમના અગિયારમા શતકમાં મૂળરાજ સોલંકીને રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવ્યું હોવું જોઈએ. ૧૯
૧૯. અહીં એક આનુષંગિક પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રાન્તની ભાષાને ગુજરાતી” નામ કયારે મળ્યું ? ઈસવી સનની અરાઢમી સદીની અધવચમાં આપણી ભાષાને આ નામ મળ્યું, એમ શ્રી નરસિંહરાવ માને છે. અલબત્ત, તેમણે બતાવ્યું છે તે પ્રમાણે, વિક્રમને અરાઢમાં સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલા પ્રેમાનંદના “નાગદમણમાં અને ઈ. સ. ૧૭૩૧ (સં. ૧૭૮૭)માં લા કોઝે નામે જર્મનની નોંધપોથીમાં આપણી ભાષા માટે “ગુજરાતી” નામ પહેલીવાર વપરાયેલું મળે છે. પણ અગિયારમા–બારમા સૈકામાં આ પ્રાન્તને માટે “ગજરાત” નામ પ્રચારમાં આવ્યા પછી ભાષાને “ગુજરાતી” નામ મળતાં બીજા પાંચ-છ સૈકા વીતી જાય એ શું સ્વાભાવિક છે? પ્રેમાનંદ પૂર્વેના સાહિત્યમાંથી આપણી ભાષા માટે “અપભ્રષ્ટ ગિરા” (નરસિંહ મહેતે), પ્રાકૃત ” (પદ્મનાભ અને અખ), અપભ્રંશ” અને “ગુર્જરભાષા” (ભાલણ) એવાં નામ અત્યાર સુધીમાં મળ્યાં છે, પણ તેથી શું એમ પૂરવાર થઈ શકે કે જનસમાજમાં એ વખતે “ગુજરાતી” નામ નહીં જ બોલાતું હોય? “તવારીખે ફરિશ્તા”(ઈ. સ. ૧૬૧૦ == સં. ૧૬૬૬) અને “મિરાતે સિકંદરી” (ઈ. સ. ૧૬૧૧ = સં. ૧૬૬૭) એ મુસ્લિમ તવારીખના લેખકો અમદાવાદના સુલ્તાનોને “અહમદશાહ ગુજરાતી, ” “મહમ્મદશાહ ગુજરાતી” એવાં નામથી ઓળખાવે છે. બીજી રીતે પણ મિરાતે સિકંદરીને લેખક ગૂજરાતવાસી લોકોને “ગુજરાતી” નામ આપે છે. ગત સોરીમાં માણસ જ્યાં વાન અપાર (?–? ૭૨) એ 'કાન્હડદે પ્રબન્ધ” (૨. સં. ૧૫૧૨)ને ઉલ્લેખમાં ગરતનો અર્થ ગુજરાતી ગુજરાતના વતની એવો છે, એ
સ્પષ્ટ છે. મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્રવિવાહ” (૨. સં. ૧૬૦૬)ના ત્રેવરેન ગુનરાતિ રાય (કડી ૬૦૬) એ ઉલ્લેખમાં પણ ગુજરાતને પ્રાગ વિશેષણ તરીકે થયે હોય એ અશકય નથી. વળી પુષ્ટિમાર્ગીય કવિ મહાવદાસકૃત “ગોકુલનાથજીનો વિવાહ” (સં. ૧૯૨૪) એ કાવ્યમાં ગુજરાતી સાથ,” “દા વલો ગુજરાતિને,” “ગુજરાતિય લોક” એવા
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org