________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય એક તુલનાત્મક દષ્ટિ
બે દસકા પહેલાં કેટલાક સાહિત્યરસિકોનું માનવું હતું કે ગુજરાતનું પ્રાચીન સાહિત્ય માત્ર ધર્મરંગથી જ રંગાયેલું હતું, અને વાર્તાઓ રચવાની ખરી શરૂઆત તે માત્ર શામળે જ “કઠું કથે તે શાનો કવિ” એ પ્રમાણે પ્રેમાનન્દની ઠેકડી કરીને કરી. વચ્છરાજકત “રસમંજરી” આદિ કેટલીક સાંસારિક વાર્તાઓ મળી આવેલી તે અપવાદરૂપ ગણાતી. પુરાણકથાના ચવાઈ ગયેલા વિષયો અને તત્ત્વજ્ઞાનનાં શુષ્ક કાવ્યો સાંભળી સાંભળીને કંટાળી ગયેલ જનતા માટે વિક્રમ જેવા લોકોત્તર પુરુષની કે બીજી સામાજિક વાર્તાઓ રચાઈ એમ પણ કેટલાક માનતા.
આ માન્યતા ભ્રમપૂર્ણ છતાં એ વખતની જની ગૂજરાતીના અભ્યાસ સંબંધી અલ્પસાધની સ્થિતિ તરફ જોતાં સાવ કુદરતી હતી. પાછળથી જૂની ગુજરાતીનું જે વિપુલ સાહિત્ય જાણવામાં આવ્યું છે તેને આધારે તો આપણે નિઃશંક એમ કહી શકીએ કે ગુજરાતમાં કથાવાર્તા, શૃંગાર, આખ્યાનાદિ, ભક્તિ અને તત્ત્વજ્ઞાન એ સર્વ પ્રકારના સાહિત્યપ્રવાહો એક જ સમયે અને એક જ સાથે વહેલા
૧. આ લેખક શામળ–પ્રેમાનન્દના ઝઘડામાં માને છે એવો આ કથનનો અર્થ થતો નથી.
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org