________________
ઇતિહાસની કેડી
સમયના ગુરુ સમયરતનના ગુરુ હતા. પટ્ટાવલિઓ ઉપરથી જણાય છે કે તેમનો જન્મ સં. ૧૪૬૪માં થયો હતો, તથા તેમને સૂરિપદ સં. ૧૫૦૮માં અને ગચ્છનાયકપદ સં. ૧૫૧૭માં મળ્યું હતું. ‘વિમલપ્રબન્ધ’ની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ, સં. ૧૫૨૧માં લક્ષ્મીસાગરસૂરિએ લાવણ્યસમયને દીક્ષા આપી હતી. તેમનું અવસાન સં. ૧૫૩૭માં થયાનું મનાય છે, પણ એ સાલ શંકાસ્પદ છે. ગમે તેમ, પણ વસ્તુપાલ-તેજપાલરાસ” એ તેમને સૂચિપદ મળ્યા પછીની એટલે કે સં. ૧૫૦૮ પછીની રચના છે, એ ચોક્કસ. એ રાસ સં. ૧૫૧૨ પછી રચાયો હોય તો ‘કાન્હડદે પ્રબધ’થી આ તરફનો ગણાય. એની બીજી કડી નીચે પ્રમાણે છે –
वस्तुपाल तेजिग तणउ अम्हे बोलिस रासो । भरहषेत्र धुरि गूजरात अणहिलनिवासो ।।
“ The date of this work is not ascertainable nor the author's name.” પરંતુ “જૈન સાહિત્યસંશોધક માં છપાયેલા રાસની પમી કડીમાં
लक्ष्मीसागरसूरि बोलिउ ए गिरुउ एह जि रास
એ પ્રમાણે કર્તા પિતાનું નામ આપે છે, અને તેથી ઉપર જણાવ્યું તેમ, કૃતિનો રચનાકાળ નક્કી થઈ શકે છે. સ્વ. ચિમનલાલ દલાલે પાંચમી સાહિત્ય પરિષદ સમક્ષ રજૂ કરેલા પાટણના ગ્રન્થભંડારે વિષેના નિબંધમાં આ કાવ્ય વિશે જે ટૂંક નોંધ કરેલી તે જ માત્ર સ્વ. નરસિંહરાવભાઈ પાસે હતી.
સ્વ. દલાલે નોંધેલી પ્રતમાં કર્તાનું નામ જ નહોતું. પરન્તુ આ કાવ્યની માત્ર બે જ કડીઓનું પૃથક્કરણ કરીને “મન and હિસિ૩ belong to a period not earlier than the latter half of the fourteenth century A. D., so far as I can see – એ પ્રમાણે તેના રચનાકાળ સંબંધી લગભગ સત્ય નિર્ણય ઉપર નરસિંહરાવભાઈ સ્વતંત્રપણે આવી ગયા છે.
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org