________________
ઇતિહાસની કેડી ટૂંકમાં, Pસરપ્રદે સોનવાજ્યાનિ એશીર્ષક નીચેના પ્રાચીન ગૂજરાતી દૂહાઓ સં. ૧૨૯૦માં જિનભકે કરેલી સંકલનાનો જ એક ભાગ છે. મારા માનવા મુજબ, એ દૂહાઓનો સમય વાસ્તવિક રીતે તો સં. ૧૨૯૦ ની પૂર્વેને ગણવો જોઈએ. મેરૂતુંગાચાર્યો સં. ૧૭૬૧માં
પ્રબન્ધચિન્તામણિ” લખ્યો, તેમાં રાણકદેવીના દૂહા મળે છે; પણ સૌ કોઈ સ્વીકારે છે કે એ દૂહાઓ લોકસાહિત્યમાં તો એ પૂર્વે પ્રચલિત હોવા જોઈએ. હવે એ જ દૂહા સં. ૧૨૯૦ની આ જિનભદ્રની કૃતિમાં ઉત થયેલ મળે છે, એટલે ત્યાર પહેલાં એ લોકજીભે ચડ્યા હોવા જોઈએ. સિદ્ધરાજે સોરઠ ઉપર સં. ૧૧૭૦માં વિજય મેળવ્યો હતો, એ સિદ્ધ હકીકત છે, એટલે ત્યાર પછીનાં વર્ષોમાં લોકકવિઓએ આ દૂહાઓ જનતામાં વહેતા મૂક્યા હશે. એટલે શતાબ્દીઓ થયા ગૂજરાત પિતાની સ્મૃતિમાં જાળવી રાખેલી આ માર્મિક શિકકવિતાનો સમય વિક્રમના તેરમા સૈકાના આરંભમાં માનીએ તો જરાએ વધારે પડતું નથી. એ જોતાં, ઉપર ટકેલો. ‘ગૂજરાત ને ઉલ્લેખ પણ એ સમયને ગણાવો જોઈએ. આમ
ગૂજરાત” આ પ્રયોગ સં. ૧૨૯૯ના “આબુરાસની પૂર્વ છે. સં. ૧૨૯૦માં રચાયેલા ગ્રન્થમાંથી તે મળે છે માટે જ તેને
આબુરાસની પછી મૂકયો છે. સાહિત્યમાં “ગૂજરાતીને પ્રયોગ થવા લાગે ત્યાર પહેલાં એ નામ લોકસમાજમાં પ્રચલિત થઈ ચૂકેલું, તેને આ પણ એક પૂરાવો છે. ૩. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવચરિત(સં. ૧૩૩૪)
ગૂજરાત'ને ત્રીજો મહત્વનો ઉલ્લેખ પ્રભાચન્દ્રસૂરિકૃત “પ્રભાવકચરિત'માં મળે છે. ગુજરાતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ માટે અતિ મહત્ત્વનો આ ઐતિહાસિક સંસ્કૃત ચરિત્રગ્રન્થ સં. ૧૭૩૪માં એટલે કે સારંગદેવ વાઘેલાના રાજ્યકાળમાં રચાયેલ છે. એમાં
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org