________________
ગુજરાતના ઉલ્લેખે
ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં આ રાસ પ્રસિદ્ધ થયેલ છે. ખરતર ગચ્છના મહાન પ્રભાવક આચાર્ય જિનકુશલસુરિ(જેમનું દીક્ષિત નામ કુશલકીર્તિ હતું)નો પટ્ટાભિષેકમહોત્સવ પાટણમાં સં. ૧૩ ૭૭ના જેઠ વદ અગિયારસના દિવસે સવાલ શેઠ તેજપાલ તથા તેના ભાઈ રુદ્રપાલે ભારે ધામધૂમથી કરાવ્યો હતો અને પદસ્થાપના રાજેન્દ્ર ચન્દ્રસૂરિના હસ્તે કરવામાં આવી હતી, એ પ્રસંગનું વિસ્તૃત અને છટાદાર વર્ણન આ કાવ્યમાં છે. જૈન ગૂર્જર સાહિત્યમાં
આ પ્રકારનાં સંખ્યાબંધ કાવ્યો લખાયેલાં છે. સામાન્ય રીતે આવાં કાવ્ય જે તે પ્રસંગ વીતી ગયા પછી તુરત જ, ઘણુંખરું તો એ પ્રસંગ નજરે જોનાર કવિની કલમે જ લખાય છે, એટલે આ પટ્ટાભિષેકરાસ પણ ધમકલશે સં. ૧૩૭૭માં અથવા તે પછી તુરત જ રચ્યો હશે, એમ માનવું યોગ્ય છે.
આ કાવ્યની ૨૨મી કડીમાં નીચે પ્રમાણે ગુજરાતનો પ્રયોગ છે –
सयल संघह सपल संघह केलि आवासु । अणहिलपुर वर नयर गुजरात धर मुखह मंडणु । देसदेसंतरि तहि मिलिय सयल संघ परिसंत जिम घणु पाट धुरंधर संठविउ मिलिय मिलावइ भूरि ।
संघ महोच्चु कारावइ वाजतइ घण तूरि ॥ ૬. ભાષાઓનાં પ્રાચીન ઉદાહરણ (૧પમા સૈકા પહેલાં)
કલકત્તાને “રાજસ્થાની” વૈમાસિકના ભાગ ૩, અંક ૩માં માથાલાં ચાર નવીન કારણ એ શીર્ષક નીચે એક રસિક અને મનોરંજક પ્રાચીન ગદ્યપદામિક કૃતિ છપાયેલ છે. ગૂજરાત, માળવા, પૂર્વ અને મહારાષ્ટ્ર એમ ચાર પ્રદેશની સ્ત્રીઓ શત્રુંજય ઉપર ઘભનાથના મંદિરમાં ભેગી થાય છે અને પોતપોતાની ભાષામાં
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org