________________
ઇતિહાસની કેડી ૪. અંબદેવસૂરિકૃતિ “સમરારાસ' (સં. ૧૭૭૧)
આ પછી, સં. ૧૩ ૭૧માં લખાયેલો અંબદેવસૂરિકૃત “સમરારાસ” આવે છે. શ્રી. ચીમનલાલ દલાલ સંપાદિત “ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં તે છપાયો છે. શ્રી. નરસિંહરાવે તેમનાં વ્યાખ્યાનોના બીજા ભાગમાં (પૃ. ૧૯૭) આ રાસની રચ્યાસાલ સં. ૧૪૭૧ આપી છે, તે શરતચૂક લાગે છે.
સં. ૧૭ ૬૯માં પાટણના સૂબા અલફખાને શત્રુંજય ઉપરના મંત્રી બાહડે બંધાવેલા જૈન મન્દિરને તોડી નાખ્યું હતું. આથી પાટણના એક ધનિક ઓસવાલ સમરસિંહે અલફખાન પાસે જઈ જૈન સંઘની દૂભાયેલી લાગણી દર્શાવી, તથા બીજા દેવસ્થાનને ભ્રષ્ટ કરવામાં ન આવે એ માટેનું ફરમાન કરાવ્યું. સમરસિંહે શત્રુંજયના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી મેળવી બે વર્ષમાં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તથા પાટણથી એક મોટો સંઘ લઈ તે શત્રુંજય ગયો તથા ત્યાંનાં મંદિર અને મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ ઐતિહાસિક પ્રસંગ આ કાવ્યમાં વર્ણવેલ છે. તેની બારમી ભવાની ચોથી કડીમાં નીચે પ્રેમાણે ગૂજરાત નો ઉલ્લેખ છે—
सोहग ऊपरि मंजरिय बीजीय सेजि उधारि ।
...તમર સમર ઇ સાવર ગુઝરાત | અહીં ગુનરાતનો પ્રયોગ સોરઠ સંબંધી વર્ણન કરતાં થયેલો છે, એ વસ્તુ ખાસ નોંધ માગી લે છે. પ. ઘર્મકલશમુનિકૃત “જિનકુશલસૂરિ–પટ્ટાભિષેક
રાસ (સં. ૧૩૯૭) આ પછી ધર્મકલશમુનિકૃત “જિનકુશલસૂરિ–પટ્ટાભિષેક રાસ” આવે છે. શ્રી. અગરચંદ નાહટા તથા ભંવરલાલ નાહટા-સંપાદિત
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org