________________
ઇતિહાસની કેડી
વાતચીત કરે છે. ૧૦ આ કૃતિમાં રચ્યાસાલ નથી, પણ તેની હાથપ્રત વિક્રમના ચૌદમા સૈકાના ઉત્તરાર્ધમાં “વિવિધતીર્થકલ્પ' લખનાર જિનપ્રભસૂરિના શિષ્યના હાથે લખાયેલ છે, આથી આ હાથપ્રતને સમય વિક્રમના પંદરમા સૈકાના પહેલા પાદ કરતાં અર્વાચીન હોઈ શકે નહિ; અને કૃતિ પોતે તો એનાથી જૂની જ હોવી ઘટે. ૧૧ આ કૃતિમાં ગૂજરાત'ના ત્રણ પ્રયોગ મળે છે, જેમાંના પહેલા બે ગૂજરાતણની ભાષામાં અને ત્રીજે મરાઠણની ભાષામાં છે–
(१-२) त प्रथमां चानवा गूजरी नायका भणइ । अहे बाइ एह तुम्हारा देसु कवण लेखामांहि गणियइ । किसउ देसु गुजरातु,१२ सांभलि माहरी वात । xxx अनी किसउ घणउ भणियइ माहरी माइ एह देस गुजराति१२ छाडी करि अनइ देशि किसी परि मनु जाइ ।
१०. गुज्जरि तह मालविणी पूरविणी तह्य चैव मरहट्ठी ।
संपत्ताइय नारी सित्तुज्जे रिसहभवणंमि ॥
हंसजुयल कोमल कमलि जिम सरि बुल्लइ सारसी ।
तिम रमणि पिक्खि जिणवरभवणि नियनिय बुल्लइ पारसी ॥ ૧૧. આ માહિતી “રાજસ્થાની માં આપેલી નથી, પણ પુરાવિદ્ મુનિશ્રી જિનવિજયજીએ મને અંગત વાતચીતમાં આપી હતી. વિક્રમના ચૌદમાં સૈકાના આરંભમાં લખાયેલી આવી એક ભાષાની હાથપ્રત તેઓશ્રીની પાસે છે, તેમાં તથા એ જ અરસામાં લખાયેલી બીજી એક કૃતિમાં “ગુજરાતને પ્રયોગ છે; પરંતુ આ લેખ તૈયાર થયો ત્યાં સુધીમાં એ ઉલેખ પ્રાપ્ત કરવાને સુયોગ મળ્યો નથી, તેથી તેની માત્ર નોંધ કરી છે. ઉપર્યુક્ત મહત્વના ઉલેખે પ્રત્યે ધ્યાન ખેંચવા માટે હું મુનિનો આભારી છું.
૧૨–૧૨. આ બન્ને સ્થળે ગજરાત” શબ્દ પૂર્લિંગમાં છે, એ તેને દેશ” તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેને આભારી છે. “ગજરાતના લિંગ વિષે વધુ ચર્ચા આગળ કરી છે.
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org