________________
ઇતિહાસની કેડી
સંસ્કૃતમાં રચના કરી છે. એ પછી એના વસ્તુમાં નહીં જેવા ફેરફાર કરી તેમણે ગૂજરાતીમાં “ત્રિભુવનદીપપ્રબન્ધ૧૩ નામથી અત્યંત છટાદાર અને પ્રાસાદિક કાવ્ય રચ્યું છે. એટલે એ કાવ્ય સં. ૧૪૬૨ પછી થોડા સમયમાં રચાયું હોવું જોઈએ. ચોક્કસ વર્ષ કવિએ આપ્યું નથી. “ત્રિભુવનદીપકપ્રબન્ધ'ની ૧૧૬મી કડીમાં નીચે મુજબ ‘ગૂજરાત ને ઉલ્લેખ મળે છે––
कर्मवसिं जीव चिटुगति फिरइ, पितर तगडं तिहां तर्पण करइ । गंगातडि जल ऊरेवीइं, गुजरात तिहां अंबा पीइं ॥१४ ૯. હિરાણ દરરિકૃત “વસ્તુપાલરાસ (સં. ૧૪૮૫)
સુપ્રસિદ્ધ “વિતાવિલાસપવાડાના કર્તા હિરાણદરિએ સં. ૧૪૮પમાં “વસ્તુપાલરાસ રચ્યો છે. તેમાં વસ્તુપાલે કરેલી શત્રુંજયની તીર્થયાત્રાના પ્રસંગમાં જુદા જુદા દેશોનાં નામ ગણાવ્યાં છે. ત્યાં નીચે પ્રમાણે “ગૂજરાત ને ઉલ્લેખ પણ મળે છે– ___इसउ एक श्रीशत्रुजयतणर विचारु, महिमानउ भंडारु, मंत्रीश्वरि मनमाहि जागी, उत्सरंग आणी यात्रा उपरि उद्यम कीधउ, पुण्यप्रसाद तेहनउ मनोरथ सोधउ । हिव अंग चंग तिलंग कलिंग...... मरुस्थल लाड मेयवाड गूजरात पारिजात सिंधुजात...... मालव मरहठ सोरठ कासी कुंकण पंचाल बंगाल प्रमुख एवंविह देखना चतुर्विध श्रीश्रमणसंघ चलाविउ ।
૧૩. પ્રસિદ્ધઃ પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી તરફથી. એ કાવ્યમાંથી થોડાક ભાગ કમી કરી તથા તે ફરી વાર સંપાદિત કરી સ્વ. કેશવલાલ ધ્રુવે તેમનાં પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્યમાં “પ્રબોધચિન્તામણિ” નામથી અપાવ્યું છે.
૧૪. આ અવતરણવાળા ભાગ સ્વ. ધ્રુવે છેડી દીધે છે.
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org