________________
“ગુજરાત ”ના ઉલેખે બપ્પભદિસૂરિચરિત'માં કનોજનો આમરાજા બપભદિસૂરીના ચારિત્ર્યની પરીક્ષા કરવા માટે તેમના ઉપાશ્રયમાં એક ગણિકાને મેકલે છે. પરંતુ ગણિકાને આ કાર્યમાં નિષ્ફળતા સાંપડતાં તે રાજા પાસે આવીને એક અપભ્રંશ દૂઠે બોલે છે, તે નીચે પ્રમાણે છે
गयवर केरइ सत्थरइ पाय पसारिउ सुत्त ।
निच्चोरी गुजरात जिम्व नाह न केणइ भुत्त ॥ અર્થાત ગજવર(બપ્પભદિસૂરિનું “ગજવર” એવું બિરુદ હતું)ના સાથરામાં પગ પસારીને સુતેલા તે નાથ નિચ્ચોરી (2) ગુજરાતની જેમ કેઈથી ભગવાયા નહિ.
આ ઉલ્લેખ સં. ૧૩૩૪નો એટલે કે ગૂજરાતના સ્વતંત્ર હિન્દુ રાજ્યનો અંત આવ્યો, તે સમયથી ૨૬ વર્ષ પૂર્વને છે. વળી “પ્રભાવચરિત'ના મંગલાચરણમાં જ તેના કર્તા પ્રભાચન્દ્રસૂરિ લખે છે કે, “બહુશ્રુત મુનિઓ પાસેથી સાંભળીને તેમ જ પ્રાચીન ગ્રન્થમાંથી એકત્ર કરીને આ ઈતિવૃત્તો હું વર્ણવું છું.” અર્થાત સંસ્કૃતમાં ગ્રંથમાં ઉતારેલો આ અપભ્રંશ દૂહો સં. ૧૩૩૪ પૂર્વેને જ છે, એમાં શંકા રહેતી નથી. સંસ્કૃત કાવ્ય કે પ્રબન્ધમાં લક્તિરૂપ અપભ્રંશ કે જૂના ગુજરાતી દૂહાઓ આપવાની એક જની પરંપરા જૈન સાહિત્યમાં છે. બપ્પભદિસૂરિને જીવનકાળ “પ્રભાવકચરિત માં જણાવ્યા પ્રમાણે વિક્રમની નવમી શતાબ્દી છે. આ દુહો પણ તેના મૂળ સ્વરૂપે એટલે પ્રાચીન હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ “પ્રભાવક ચરિત’ને રચના સમયથી ઘણા કાળ પૂર્વે તે દૂહ લોકેમાં–ખાસ કરીને પ્રભાચંદ્રસુરિ જેમને નિર્દેશ કરે છે, તેવા “બહુશ્રત મુનિઓમાં પ્રચલિત થઈ ચૂક્યો હશે, એમાં શંકા નથી.
૯. અહીં પણ “ગૂજરાત” સ્ત્રીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુઓ.
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org