________________
ઇતિહાસની કેડી વર્ણવ્યો છે, એ પણ બતાવે છે કે હવે માત્ર ઉત્તર ગૂજરાત નહીં, પણ આખો પ્રાન્ત “ગૂજરાત' તરીકે ઓળખાતો હતો.
વળી એ જ રાસમાંથી “ગૂજરદેસ” પ્રયોગ પણ મળે છે– गूजरदेहस मज्झि पहाणं, चंद्रावती नयरि वक्खाणं । वावि सरोवर सुरहि सुणीजइ, बहु यारामिहि ऊपम दीजइ ॥२॥
ગુજરાતની પ્રાચીનતમ રાસકૃતિઓ સં. ૧૨૪૧માં રચાયેલ શાલિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર-બાહુબલીરાસ” તથા એ અરસામાં લખાયેલ એ જ કવિને “બુદ્ધિરાસ” છે. એ જોતાં સં. ૧૨૮૯ “આબુરાસ” તથા તેમને “ગૂજરાતીનો ઉલ્લેખ ખાસ મહત્ત્વનાં લેખાવાં જોઈએ.
૨. રાણકદેવીના દૂહા (સં. ૧૨૯૦ પહેલાં) બીજો અગત્યનો ઉલ્લેખ સિધી જૈનગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલ પુરાતન પ્રબન્ધસંગ્રહ' માંથી મળે છે. જુદી જુદી હસ્તલિખિત પોથીઓ ઉપરથી સંકલિત કરવામાં આવેલા આ પ્રબન્ધસંગ્રહમાં પૃ. ૩૪ ઉપર P સરકારે સોનાના એ શીર્ષક નીચે ઘ(4) ગીગડુધિપત કને સુતે તથા સોનવી કો –એટલી પ્રસ્તાવના સહિત અગિયાર પ્રાચીન ગૃજરાતી દુહાઓ આપ્યા છે. “પ્રબન્ધચિન્તામણિમાં જૂનાગઢનો રાજા નવઘણ મરણ પામતાં તેની શોકાકુલ રાણીના મુખમાં જે દૂહાઓ મૂકવામાં આવ્યા છે, તેમાંના કેટલાક એમાં છે. જનસમાજમાં તેમ લોકસાહિત્યમાં એ દૂહાઓ આજે પણઅલબત્ત અર્વાચીન ભાષામાં–રાણકદેવીના દૂહા' તરીકે પ્રસિદ્ધ છે. “પુરાતન પ્રબન્ધસંગ્રહ’માં પૃ. ૩પ ઉપર ૧૦૯મા પદ્ય તરીકે જે દૂહે છપાયે છે, તેમાં “ગૂજરાત”ને પ્રયોગ છે –
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org