________________
ઇતિહાસની કેડી
નં. ૧૫૫ તરીકે એ ચિત્ર છપાયેલ છે. એમાં કામદેવને લાંબી મૂછો અને દાઢી બને છે. હાથ ચાર નહીં, પણ બે છે. ડાબા હાથમાં ધનુષ્ય અને જમણા હાથમાં કુસુમનું બાણ છે. માથે લાંબા વાળને અંબોડો, કપાળમાં વૈષ્ણવ તિલક અને પગમાં તોડો છે. ગૂજરાતી ચિત્રકળાના ઉત્તમોત્તમ નમૂનાઓમાં આ ચિત્રની પણ ગણના થઈ શકે. દાઢી-મૂછ બતાવેલી હોવા છતાં આકૃતિની રમણીયતામાં કોઈ પ્રકારનો બાધ આવતું નથી–બલકે વધારો થાય છે. દાઢી અને મૂળ શૃંગારરસને બાધ કરનાર છે, એમ માનનારા મિત્રોએ આ ચિત્ર એકવાર તો અવશ્ય જોઈ લેવા જેવું છે.*
કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થમાં “રતિરહસ્ય’નું સ્થાન માત્ર કામસૂત્ર' પછી બીજું આવે છે. એના પ્રારંભિક ત્રણ કે માં મદનની એક મહાન યોદ્ધા તરીકે નીચે મુજબ સ્તુતિ કરી છેઃ
अनङ्गेनाबलासङ्गाजिता येन जगत्रयी । सश्चित्रचरित : काम : सर्वकामप्रदोऽस्तु वः॥ येनाकारि પ્રમાનારીશ્વરä ! दग्धेनापि त्रिपुरजयिनो ज्योतिषा चाक्षुषेण ॥ इन्दोमित्रं स जयति मुदां धाम वामप्रचारो । देव : श्रीमान् भवरसभुजां दैवतं चित्तजन्मा । परिजनपदे भृक्श्रेणी पिका : पटुबन्दिनो । हिमकरसितच्छत्रं मत्तद्विपो मलयानिल : ॥
* આ સિવાય શ્રી સારાભાઈ નવાબના સંગ્રહમાં “રતિરહસ્ય'ની સોળમા શતકના અરસામાં લખાયેલી પોથીનું એક છૂટું પાનું છે. તેમાંના “નવનારીકુંજર’ના ચિત્રમાં કુંજર ઉપર બેઠેલા કામદેવને મૂછોવાળા ચીતર્યો છે. “વસન્તવિલાસ”ની સુપ્રસિદ્ધ ચિત્રમાલાના એક ચિત્રમાં પણ કામદેવને દાઢીવાળા બતાળે છે.
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org