________________
ઇતિહાસની કેડી
થાણેશ્વર, મૂલસ્થાન (મૂલતાણ), અને ગુજરાતનું થાન; કાશ્મીરનું શ્રીનગર અને પિરિબંદર પાસેનું શ્રીનગર, પંજાબનું ગૂજરાનવાલા, ગૂજરાત, જિલ્લા ગૂજરસીંગ અને આપણું ગુજરાત (પ્રાન્ત) તથા ગોઝારિયા (ગૂજરિયા) એ સામે ખૂબ સૂચક છે. નોરતા, દાંતા જેવાં નામે “તા” પદાન્ત પ્રાકૃત ગુજરતાના પદાન્તનું મરણ કરાવે છે. આ સાથે જે સ્મરણમાં રાખીએ કે ગૂર્જર લોકે પંજાબમાંથી રાજપૂતાનામાં થઈ ગૂજરાતમાં આવ્યા હતા. ગુજરાતની જેમ પંજાબમાં પણ “ગૂજર” અવટંકથી ઓળખાતા લોકો વસે છે તથા પંજાબના અમુક પ્રદેશની સ્થાનિક બેલી પણ ગૂજરી' નામથી ઓળખાય છે–તો આ સામ્ય આકસ્મિક નહીં જણાય. એક પ્રજા એક મુલકમાંથી બીજા મુલકમાં જાય ત્યારે ત્યાં પણ ગામનાં નામ તો જુનાં રાખે, એ એક સામાન્ય વલણ છે, અને તે અહીં પ્રત્યક્ષ થાય છે. કંઈક આ પ્રકારનું નામસામ્ય ગુર્જરીના મૂળવતન મધ્ય એશિયા સુધી મળવા સંભવ છે, એમ અનુમાન કરીએ તો તે ભાગ્યે જ વધારે પડતું ગણાય. કેટલાંક નામનો પિતાને અલગ ઈતિહાસ હોય છે. જેમકે “સૂરત’ નામ સૂર્યપુર>સૂરનપુર>સૂરત (પુર) એ પ્રમાણે વ્યુત્પન્ન થઈ શકે છે. સૂર્યપુર એ સૂર્યનું નગર. તેની સામે જ રાનેર (રાંદેર) એટલે સૂર્યપત્ની રન્નાદેનું નગર છે અને એની વચ્ચે સૂર્યકન્યા તપતિ (તાપી) વહે છે. આ નામો પાડનારને ખરેખર કવિ કહેવાનું મન થાય છે.
કેટલાંક નામો જાતે જ પોતાના વિષે કંઈક માહિતી આપી દે છે. જેમકે રણાસણ એટલે કે રણુજીએ વસાવેલું ગામ, વડલી (પાટણ પાસેનું) એટલે વડની ઝાડીવાળું ગામ (આ મતલબના ઉલ્લેખો પણ પ્રાચીન ગ્રન્થમાં મળે છે), મહુડી એટલે મહુડાની ઝાડીવાળું ગામ, ડાંગરવા એટલે જ્યાં ડાંગરની વાવણું થાય છે એવું ગામ, ભાંડવી એટલે ભાંડ લોકોનું ગામ, દેલમાલ એટલે દેવળોના સમૂહવાળું ગામ, વીસલવાસણું એટલે કે વિસલે વસાવેલું ગામ.
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org