________________
ઇતિહાસની કેડી સંભવે છે તેમજ કેટલેક સ્થળે હું વ્યુત્પત્તિ આપી શક્યો નથી. પદાન્તના મૂળ તરીકે રજૂ કરાયેલા બધા જ શબ્દો કંઈ સંસ્કૃત નથી, પણ રજૂઆતની સરળતા ખાતર સર્વને દેવનાગરીમાં છાપ્યા છે. ગુજરાતનાં શહેર તથા ગામનાં નામો સંબંધી આ પ્રકારની વ્યુત્પત્તિચર્ચાનો આ પહેલો જ પ્રસંગ હોવાથી મારા માર્ગમાં કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓ હતી, એટલે તેમાં રહેલી ત્રુટિઓ પરત્વે વિદ્વાને યોગ્ય માર્ગદર્શન કરાવશે એવી આશા છે.
વળી જુદાં જુદાં નામની સ્વતંત્ર વ્યુત્પત્તિચર્ચાને અહીં અવકાશ નથી. એવું કાર્ય અમુક સ્થાન વિષેની સ્વતંત્ર વિચારણા કરવાને પ્રસંગ આવતાં જ થઈ શકે. વળી એ રીતે પણ પ્રત્યેક ગામની વ્યુત્પત્તિ આપવાનું શકય હેય એમ માનતો નથી.
પ્રાચીન કાળમાં ગૂજરાત અને રાજપૂતાના ભૌગોલિક દષ્ટિએ એક હતાં, એટલે ગુજરાતનાં ગામનાં પદાને લગભગ એ જ સ્વરૂપમાં રાજપૂતાનામાં મળે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી એ જ પદાનને થોડાઘણા ભિન્ન સ્વરૂપે ઉત્તર હિન્દ, મધ્યહિન્દ, મહારાષ્ટ્ર તથા ક્વચિત ઠેઠ દક્ષિણ હિન્દમાં મળે છે; પરંતુ એથી ગૂજરાતનાં ગામનાં નામ વિષેની આપણું ચર્ચા અપ્રસ્તુત બનતી નથી-ઊલટું, શબ્દસિદ્ધિ માટે આવશ્યક એવા કેટલાક ઉપયોગી cross references તેથી પ્રાપ્ત થાય છે.
(૧) પદ્રશમૂ–દિર–પાદરું પદ-વદઅદ્-ગઢનડિયાદ, ભડિયાદ, પેટલાદ, પાળિયાદ,
થરાદ, ભેળાદ, બોટાદ પદા તો સિદ્ધ કરવા માટે આપેલાં અવાન્તર રૂપે મોટે ભાગે કલ્પિત hypothetical સમજવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org