________________
દેવદરામાં ભાગાસનાનાં શિલ્પ
शिलोच्चयारण्यमयं सदासुरं
भीष्मं कृताक्रन्दनरं त्वनम्बरम् ॥
वराहशार्दूलशिवा प्रदाकवो गृध्राभिधोलूककपोतवायसाः । सश्येन गोधादिबकादिपत्रिणो
Jain Education International
विचित्रिता नो शरणे शुभावहाः ॥
—વાસ્તુરત્નાકર, ગૃહેાપકરણપ્રકરણ, શ્લાક ૭૭-૭૮
આ પ્રમાણે આપણે જોયું કે ભેગાસનાનાં શિલ્પા શાસ્ત્રવિહિત છે. અગાઉ દર્શાવ્યું છે તેમ, મન્દિરનાં શિલ્પમાં સમગ્ર લેાકલીલા નિરૂપવાન પ્રાચીનાને ઉદ્દેશ હતે. જીવનની વિવિધ પ્રવૃત્તિએનું આલેખન એ શિલ્પમાં કરીને ગર્ભદ્વારમાં વિરાજેલા દેવને સમર્પવામાં આવેલું હેાય છે. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં એક યા બીજી રીતે પરમાત્માની ઇચ્છા વા શક્તિ કાર્ય કરી રહેલી હેાય છે; એટલે શિલ્પમાં જીવનના ક્રાઇ એક પાસાનું આલેખન કરવાનું બાકી રાખવું તે સર્વાંસંચાલક પરમાત્માની શક્તિના અંશતઃ અસ્વીકાર કરવા બરાબર ગણાય. આથી જ હિન્દી શિલ્પકલા દેવમન્દિરામાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષપુરુષાર્થોનું નિરૂપણ કરવા છતાં, એમાંના પ્રત્યેકના નિરૂપણને ગૌણતા અર્પીને, તે દ્વારા વિશ્વની વિવિધતામાં એકતાનુ દર્શન કરાવે છે તથા હિન્દી કલાનું મૂળભૂત ગુરુસૂત્ર કયું છે, તે પ્રત્યક્ષ કરી બતાવે છે. આજે જે શિલ્પાને બદલાયેલી રસવૃત્તિ કે ઔચિત્ય ભાવનાને કારણે હીન અને અધમ માનવામાં આવે છે તે એક કાળે તા ભારતીય સંસ્કૃતિના અંતિમ આદર્શ સાથે સુસંગત એવી એક જીવનર્દિષ્ટમાંથી ઉદ્ભવેલાં હતાં. એના ઉદ્ભવનાં કારણેા ક્રાઇ ટંગ વહેમામાં શેાધવાની જરૂર નથી તેમ જે કાળમાં એ શિલ્પા બન્યાં તે કાળ ઉપર નૈતિક શિથિલતાના આરેપ મૂકવાની પણ આવશ્યકત નથી, કેમકે એનું મૂળ શુદ્ધ આ જીવનદિષ્ટમાં છે. અલબત્ત, આજે
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org