________________
દેવમન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ
मार्कण्डेय उवाच । शृङ्गारहास्यकरुणवीर रौद्रभयानकाः ।
बीभत्साद्भुतशान्ताश्च नव चित्ररसाः स्मृताः ॥
तत्र यत्कान्ति लावण्यले खामाधुर्य सुन्दरम् । विदग्धवेशाभरणं शृङ्गारे तु रसे भवेत् ॥
×
X
X
शृङ्गारहास्यशान्त्याख्या लेखनीया गृहेषु ते ॥ परशेषा न कर्तव्या: कदाचिदपि कस्यचित् । देववेश्मनि कर्तव्या: रसाः सर्वे नृपालये ॥
કરવાને બહાને દેવદાસીએ અને નર્તિકા ભક્તસમૂહને રીઝવતી, મદિરમાં નાટક ભજવાતાં અને ભવાઇએ થતી, મેળા ભરાતા અને યાત્રામહાત્સવે ઉજવાતા, દેવદેવીઓની વગાંઠ એક પ્રકારની પણી બની રહેતી, નવપરિણીતાને દેવની અમીદ્રષ્ટિ ચાચવા જવું પડતું. દેવમંદિર એ પ્રેમીઓનુ સંસ્કૃતસ્થાન પણ હતું. કેટલાંયે તારામૈત્રકો ત્યાં રચાયાં હશે એવું અનુમાન કરવાને પ્રાચીન સાહિત્ય આપણને પ્રેરે છે. માત્ર આટલુંજ નહિ, શાસ્ત્રચર્ચાએ પણ, રાજદરબારાની જેમ, મદિરામાં થતી, યજ્ઞયાગાદિ, હરિકીન અને પૂજાએ આમવર્ગને આકતાં, દેશપરદેશના સમાચાર ત્યાંથી બધે ફેલાતા, દક્ષિણ હિન્દમાં તા મેટાં અન્તરે પણ મંદિરના પટાંગણમાં જ હોય છે, અને સ્થળેસ્થળે નજરે પડતી પુષ્કરિણીઓ અને ગરુડતભા ભાવિકાના સંતાપ હરે છે. આમ સમસ્ત લેાલીલાના—શુંગારાદિ નવે રસેાના આલેખન માટે પ્રાચીન કાળનુ મંદિર એ સૌથી સમુચિત સ્થાન હતુ'. અને એ આલેખન સામાન્ય રીતે એટલું આહલાદક હોય છે કે એકાદ જૂના મંદિરનું વેરાન વચ્ચે ઊભેલું ખંડેર પણ તેની વિવિધપ્રવૃત્તિગ્રંથી શિલ્પસમૃદ્ધિદ્વારા એકલતા અને અવસાદના એ સ્થળે લગભગ અનિવા ગણાય એવા-અનુભવમાંથી આપણને ઉગારી લે છે. પ્રાચીન કાળના મંદિરમાંની લાક્ષણિક પ્રવૃત્તિઓની કવિત્ત્વમય ઝાંખી કરવા ઇચ્છનારે આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રનું ‘ કુમારવિહારપ્રશસ્તિ ’ કાન્ય વાંચવા જેવુ છે.
Jain Education International
૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org