________________
ઇતિહાસની કેડી ભયથી કે બીજાં ગમે તે કારણોથી લખતાં અચકાયા હતા, અને માત્ર પ્રશસ્તિ સિવાયની બીજી થોડી જ હકીકતો આપણને પૂરી પાડી શક્યા છે. એ જ કારણથી મહમ્મદ ગજનીની સવારી અને સોમનાથના પતન જેવા મહત્વના બનાવોનાં વર્ણન તેમના ગ્રન્થમાં કયાં ય મળતાં નથી. આથી ઊલટું જ, મેતુંગને રાજભય જેવું તે કંઈ હતું જ નહીં, તેનો ઉદ્દેશ રૂઢ શિલીનાં મહાકાવ્યો લખવાને નહીં, પણ શ્રોતાઓનું રંજન કરવાનો હતો, અને ગુજરાતનું હિન્દુ મહારાજ્ય નાશ પામે માત્ર એક જ વર્ષ થયું હતું એટલે ઐતિહાસિક શ્રત પરમ્પરાનો લાભ પણ મેરૂતુંગને મળ્યો હતો. કીતિકૌમુદી, સુશ્રુતકીર્તાિકલ્લોલિની અને સહસ્ત્રલિંગપ્રશસ્તિ જેવાં પૂર્વકાળનાં લખા
માંથી મે તુંગે અનેક સ્થળે અવતરણો લીધાં છે તે ઉપરથી એમ લાગે છે કે એ સાહિત્યનો પણ તેણે પૂર ઉપયોગ કર્યો હશે. જે કે તેની વિશેષતા તો એક બીજી છે. હિન્દુ લેખકોને સામાન્ય રીતે અપ્રિય એવી સાલો મેરૂતુંગે નોંધી છે અને તેણે આપેલી ઘણીક સાલ ઇતિહાસદૃષ્ટિએ વિશ્વાસપાત્ર પૂરવાર થઈ છે. વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં પાટણ સ્થાપ્યું ત્યારથી સં. ૧૨૮૭માં મન્ની વસ્તુપાલે યાત્રા કરી ત્યાં સુધીની સંખ્યાબંધ સાલો તેમાં મળી આવે છે. આશરે છસો વર્ષના ઇતિહાસનો લગભગ સિલસિલાબંધ વૃત્તાન્ત મળી આવતો હોય એવા ગ્રન્થા સમસ્ત ભારતના સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યમાં વિરલ છે. આમ, પ્રબન્ધચિન્તામણિ ગૂજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂત યુગનો ઇતિહાસ ઉકેલવામાં બીજા કેઈ પણ પ્રબન્ધાત્મક લખાણ કરતાં વધારે ઉપયોગી થાય છે કે તેમાં લોકકથાના, કલ્પનાના અને સામ્પ્રદાયિક પક્ષભેદના અંશે ક્યાં છે તે આપણે જોઈશું.
આ અત્યુપયેગી ગ્રન્થ તરફ ઈતિહાસરસિકોનું ધ્યાન બહુ લાંબા સમયથી ખેંચાયેલું છે. રાસમાલાકાર મી. અલેકઝાન્ડર ફાર્બસે પોતાના ઉપયોગ માટે તેને સં. ૧૮૪૯માં અનુવાદ કર્યો હતો, બોમ્બે ગેઝીટીયર અન્તર્ગત ગૂજરાતને ઈતિહાસ લખવામાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ
૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org