________________
ઈતિહાસની કેડી
આપેલાં નામો ઐતિહાસિક જણાયાં છે તથા તેણે આપેલા સંવતે પણ ઉત્કીર્ણ શિલાલેખ વગેરે સાધનો ઉપરથી સાચા જણાયા છે અને એથી જ અનેક સમકાલીન ગ્રો કરતાં યે પ્રબન્ધચિન્તામણિની માહિતી વધારે ઉપયુક્ત ગણાઇ છે.
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસના આપણા એક શ્રેષ્ઠ અભ્યાસીને હાથે આ ગ્રન્થનો અનુવાદ થયો છે એ આનંદની વાત છે. મૂળ અનુવાદ કરતાં યે વધારે ઉપયોગી તે તેમણે કરેલાં અનેક શંકાસ્થાનનાં નિવારણ, ટિપ્પણીઓ અને પરિશિષ્ટો છે, અને તેમના લખવા પ્રમાણે ઐતિહાસિક ટિપ્પણીઓ અને પરિશિષ્ટોએ જ સૌથી વધારે મહેનત તેમને આપી છે. આ ઐતિહાસિક ટિપ્પણીઓમાં તેમણે કેટલાંક એવાં નવીન અને મહત્ત્વપૂર્ણ વિધાનો કરેલાં છે કે જે ઈતિહાસના અભ્યાસીઓનું પહેલી જ નજરે ધ્યાન ખેંચવા શક્તિમાન થઈ જશે; જેમકે વિક્રમ વિષેની ચર્ચાનું પરિશિષ્ટ (પૃ. ૨૧), ચાવડાઓની વંશાવળીનું પરિશિષ્ટ (પૃ. ૩૮), મુંજ અને મૃણાલવતીના પ્રેમની કથા અને તેના જ પરિણામે મુંજનો તૈલપે વધ કર્યાની કથા વિશ્વાસપાત્ર ન હોવા વિષેની ચર્ચા (પૃ. ૬૧), ભોજરાજાના વન વિષેનું પરિશિષ્ટ (પૃ. ૧૦૭), ખેંગાર અને રાણકદેવીની ચર્ચા (પૃ. ૧૩૫), વલભીના પતનનું ટિપ્પણ (પૃ. ૨૨૯), જગદેવ પરમાર વિષેનું ટિપ્પણ (પૃ. ૨૪૭), પૃથ્વીરાજ ચૌહાણ અને રાસા વિષેનું ટિપ્પણ (પૃ. ૨૪૯). આમાંનાં બધાં વિધાનો સર્વમાન્ય થશે કે કેમ એ એક ચર્ચાસ્પદ બાબત છે, પણ એ વિધાન દ્વારા શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીજીએ પ્રાચીન ગૂજરાતના ઈતિહાસના રસિકો સમક્ષ વિચાર કરવાને માટે કેટલીક નવીન વસ્તુઓ મૂકી છે એ તો ચોક્કસ. ઉપરાંત, પાને પાને અપાયેલાં ટિપ્પણમાં ઈતિહાસ અને સંસ્કૃતિવિષયક અનેકવિધ માહિતી છે, જે દરેક અભ્યાસને ઉપયોગી થઈ પડવાનો સંભવ છે. પુસ્તકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org