________________
દેવમદિરોમાં ભેગાસનનાં શિ૯૫ જોઈને યાત્રી કંઈ કંઈ તક કરવા લાગે છે ત્યાં તેને કહેવામાં આવે છે કે આ ચિત્રો કલિયુગમાં થતા વ્યવહારનું દર્શન કરાવવા માટે દોરવામાં આવ્યાં છે અથવા કોઈ સ્ત્રીને નગ્નાવસ્થામાં જોઈ હોય તો આ શિલ્પોના દર્શનથી તેનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. કેટલાક એ પણ ખુલાસો આપે છે કે આ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થો વાંછનીય છે. રામેશ્વર ધર્મને માટે, દ્વારકા અર્થને માટે, જગન્નાથ કામને માટે અને બદરિકાશ્રમ મોક્ષને માટે આરાધના કરવાનું ધામ છે. બીજા કેટલાકના મત મુજબ, આ. પ્રકારનાં શિલ્પો વામમાર્ગને અવશેષરૂપ છે.૧૧ પરંતુ આ બધી માન્યતાઓમાં કંઈ તથ્ય માલુમ પડતું નથી, કેમકે અન્યત્ર તે ઘટાવી શકાય તેમ નથી.
તે હવે પ્રશ્ન એ છે કે ભોગાસનના શિલ્પની ખરેખરી સૂચક્તા શિી હોઈ શકે ? આશ્ચર્યની વાત છે કે લગભગ બધા જ વિદ્વાનોએ આ વિષયને યો–ન જે કરીને પાછો અંધકારમાં હડસેલી લીધો છે, પણ તેથી ઉલટું શંકાનું સમાધાન થવાને બદલે, આગળ બતાવ્યું તેમ, આપણી સંસ્કૃતિ અને કલા વિષે ભળતી જ માન્યતાઓને ઉદ્દભવને એક પ્રકારે વેગ મળે છે.૧૨ આવાં શિલ્પોના સંબંધમાં શિલ્પશાસ્ત્રના મૂળ ગ્રન્થમાં કંઈ વિધાન છે ખરાં કે નહીં, તે જોવાની તસ્કી તે કેાઈએ લીધી જ નથી. એ ગ્રન્થ તપાસતાં જે કંઈ ઉલ્લેખ મળ્યા છે તે ઉપરથી પ્રસ્તુત શિલ્પોની સૂચકતા શી હોઈ શકે તે સમજાવવાનો મારો ઈરાદો છે. આ સંબંધમાં નિર્ણય પર આવતાં પહેલાં શિલ્પગ્રન્થોમાંના ઉલ્લેખોને યોગ્ય અનુક્રમમાં આપણે તપાસી જોઈએ.
૧૧. નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૪૩, પૃ. ૧૮૧.
૧૨. આવી જ રીતે અત્યારે કેટલાંક મંદિરમાંનાં આ પ્રકારનાં શિલ્પ ઉપર ડામર ચોપડવામાં આવે છે, પણ એથી તો લોકોનું ધ્યાન એ તરફ વિશેષ ખેંચાય છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org