________________
દેવમદિરોમાં ભેગાસનેનાં શિલ્પ जङ्गमा वा स्थावरा वा ये सन्ति भुवनप्रये । तत्तत्स्वभावस्तेषां करणं चित्रमुच्यते ॥
–શિલ્પરત્ન, અધ્યાય ૪૬, લોક ૧-૨ હવે, ચિત્રમાં-શિલ્પમાં લોકલીલાનું નિરૂપણ થાય કયી રીતે? એને ખુલાસો પણ શિલ્પના ગ્રન્થામાંથી મળી રહે છે. - લોકમાત્રની પ્રવૃત્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થના કેઈ ને કોઈ પ્રકારે સેવનમાં હોય છે; અને મનુષ્યમાત્રની પ્રવૃત્તિને સમાવેશ એ ચાર પુરુષાર્થના ચોકઠામાં થવો જોઈએ, એવી આપણે પરંપરાગત માન્યતા છે. એમાં પહેલા ત્રણ પુરુષાર્થોનું સેવન ચરમ પુરુષાર્થ જે મોક્ષ છે તેની પ્રાપ્તિ અર્થે છે, અને મેક્ષની પ્રાપ્તિમાં સહાયભૂત થાય તેટલે જ અંશે ધર્માદિ ત્રિવર્ગની ઈષ્ટતા મનાય છે.
त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् । यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ शेशवेऽभ्यस्तविद्यानां यौवने · विषयैषिणाम् ।
वार्द्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ એવા રધુના આદર્શ વંશજોને કાવ્યમય ઈતિહાસ મહાકવિ કાલિદાસ વર્ણવે છે, પણ જીવનના સર્વ અનુભવો માણને અંતે યોગથી તનુનો ત્યાગ કરવાને આદર્શ તે સર્વે સંસ્કારી ભારતવાસીઓનો હતો. જીવનનાં સર્વ અંગોમાં સ્પષ્ટતા અને વિશદતા એ પ્રાચીન ભારતની સંસ્કારિતાનું એક વિશિષ્ટ અંગ છે. કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થમાં પણ જે નિર્દભ સ્પષ્ટતા છે તે આનો જવલંત પૂરાવો છે. કામ એ પણ એક પુરુષાર્થ છે, અને આપણું પરંપરાગત આદર્શ અનુસાર ચરમ પુરુષાર્થ મેક્ષની પ્રાપ્તિના પ્રયત્નમાં તેનું ચોકકસ સ્થાન છે, તે તેનું યથાર્થ નિરૂપણ કરવામાં સંકોચ શા માટે? એ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org