________________
ઇતિહાસની કેડી
હતું, એને આથી પુષ્ટિ મળે છે. ચાવડાઓ મૂળે લૂંટારાઓ હતા અને રાજ્યકાળ દરમ્યાન પણ તેમનો એ સ્વિભાવ કદાચ ગયે નહિ હોય.
મૂળરાજ પિતાની મા લીલાદેવીના ગર્ભમાં જ હતો તે વખતે લીલાદેવીનું અવસાન થયું એટલે તેનું પેટ ચીરીને પુત્ર બહાર કાઢવામાં આવ્યો. (પૃ. ૪૩) અનુવાદક જણાવે છે કે સુશ્રતસંહિતા જેવા આયુર્વેદના પ્રાચીન ગ્રન્થમાં સુવાવડ પાસે આવી હોય તેવી સ્ત્રીનું અચાનક મરણ થતાં તેનું પેટ ચીરીને બાળકને બચાવી લેવાનું કહ્યું છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાંના વૈદ્યો પણ એ કાર્ય સફળતાપૂર્વક કરી શકતા હશે એમ પ્રબન્ધચિન્તામણિના આ ઉલ્લેખ ઉપરથી લાગે છે. હિન્દુ રાજ્યના પતન પછી આયુર્વેદીય શસ્ત્રક્રિયાનું પતન થયું એમ માનવાને વાંધો નથી અને આજે તો એમાંની બહુ જ થોડી વિધિઓ અવગત છે.
રાજાઓ અથવા તો એવા ઉચ્ચ વર્ગની નૈતિક સ્થિતિ વખાણવાલાયક નહીં હોય. શુભશીલગણિના લખવા પ્રમાણે મૃણાલવતી તૈલપની સગી બહેન નહીં, પણ તેના કાકા દેવલની સુન્દરી નામની રખાતની પુત્રી હતી (પૃ. ૫૭), મેરૂતુંગના લખવા પ્રમાણે ભીમદેવે ચકલા, અથવા બકુલા નામની અને ચારિત્રસુન્દરગણિ પ્રમાણે, કામલતા નામની વેશ્યાને પોતાના અન્તઃપુરમાં રાખી હતી (પૃ. ૧૬૪), કર્ણ સોલંકીને એક હલકી સ્ત્રી પ્રત્યે અને કોઈ કહે છે તેમ એક નટી પ્રત્યે આકર્ષણ હતું (પૃ. ૧૧૪), અને ભોજરાજાએ વિજયા પંડિતાને તેની વિદ્વત્તા અને કાવ્યચાતુરીથી મુગ્ધ થઈ પોતાની ભોગિની -રખાત બનાવી હતી (પૃ. ૯૩) તથા વિદ્રત કુટુંબની એક ચાકરડીને શૃંગારિક કાવ્યો વિષેના તેના ચાતુર્યથી મુગ્ધ થઈ રાણું બનાવી હતી (પૃ. ૬૮). કેટલાયે રજવાડાંઓમાં અદ્યપર્યન્ત આ જાતની રીત ચાલતી આવે છે. ભોજ જેવા પવિત્ર મનાતા રાજાનું આ નૈતિક પતન બતાવ્યું
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org